1 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ ફરજિયાત, જાણો શું છે અને કેવી રીતે મેળવી શકશો?

જો તમે હાઈવે પરથી પસાર થતાં હોય તો આ સમાચાર ખાસ તમારા માટે છે. કેમ કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. એકવાર આ સિસ્ટમ ચાલુ થઈ ગયા બાદ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ થશે નહીં, ફક્ત ઈલેક્ટ્રોનિક પેમેન્ટ જ થશે. અને જો તમે રોકડ પેમેન્ટ કરવા માગો છો તો તમારી પાસેથી ટોલનો બમણો દર વસૂલવામાં આવશે. આ સિસ્ટમ માટે લોકોને જાગૃત કરવા માટે હાઈવે ઓથોરિટીએ ટોલ પ્લાઝાને સૂચના આપી દીધી છે. તો તમને અપાતાં ટોલમાં છેક નીચેની લાઈનમાં પણ ફાસ્ટેગનો ઉલ્લેખ છે. એટલે કે, જો હવે તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હશે તો ફાસ્ટેગ સિસ્ટમ લેવી જ પડશે.

૧પ થી ૩૦ નવેમ્બર દરમિયાન ટોલનાકા પર જો કોઈ વાહનચાલક પાસે ફાસ્ટેગ નહીં હોય તો તેમણે ખરીદી લેવું પડશે, ટોલનાકા ઉપરાંત બેન્કમાંથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. રૂ.૪૦૦માં ફાસ્ટેગનું કાર્ડ લાઈફટાઈમ વે‌લ‌િડિટી સાથે મળશે. કાર્ડમાં રૂ.૧૦૦થી માંડીને રૂ.૧ લાખ સુધી જમા કરાવી શકાય છે.

જમા કરાવેલા રૂપિયા લાઈફટાઈમ સુધી જમા રહેશે, જ્યારે કાર્ડ ખરાબ થશે તો અન્ય કાર્ડ રૂ.૧૦૦માં ખરીદી શકાશે. જ્યારે રોજબરોજ હાઈવેનો ઉપયોગ કરનારા વાહનચાલકોને રૂ.ર૩પમાં માસિક પાસ મળશે. કાર્ડની સિક્યો‌િરટી માટે ર૦૦ જમા થશે. ૧૦૦નું મિનિમમ રિચાર્જ કરાવવું પડશે. પસંદગીની બેન્ક, તેમની વેબસાઈટ અને ટોલ પ્લાઝા પરથી કાર્ડ મળી શકશે.

રોડ મિનિસ્ટ્રી તરફથી જાહેર એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, 1 ડિસેમ્બરથી હાઈવેનાં તમામ ટોલ પ્લાઝાને ફાસ્ટેગ સિસ્ટમમાં પરિવર્તિત કરવામાં આવશે. એટલે કે આ સિસ્ટમ લાગુ થયા બાદ રોકડ પેમેન્ટ થશે નહીં. અને આ સિસ્ટમ તમારે ચાલુ કરાવવા માટે ફાસ્ટેગ લેવો પડશે. આ ફાસ્ટેગ તમે કોઈપણ બેંક પાસેથી કે ઓનલાઈન પણ મેળવી શકો છો. જેની દરેક પ્રક્રિયા એકદમ સરળ છે.

કેવી રીતે કામ કરશે FASTag?

ફાસ્ટેગ એ એક ઈલેક્ટ્રોનિક ટોલ કનેક્સ ડિવાઈસ છે, કે જે તમારા વ્હિકલમાં ઈન્સ્ટોલ કરેલું હોય છે. અને આ ડિવાઈસ તમને ટોલ પ્લાઝા પર સ્ટોપ કર્યા વગર સડસડાટ નીકળી જવા માટે મદદ કરે છે. તેનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાંથી ઉભા રહેવામાં મુક્તિ મળે છે. સરકારનો આ પ્લાન ટોલ પ્લાઝા પર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.

ફાસ્ટેગ કાર કે વ્હિકલની વિન્ડસ્ક્રીન ઉપર લગાવવામાં આવે છે. અને તે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અને ચાલુ વ્હિકલે આ ફ્રિક્વન્સીની મદદથી તમારો ટોલ આપોઆપ ભરાઈ જાય છે. ટોલની રકમ ફાસ્ટેગ સાથે જોડાયેલ તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જાય છે.

હાલના પ્રાવધાન પ્રમાણે જો તમે ફાસ્ટેગ લેનમાં તમારું વ્હીકલ લઈને જશો તો તમારે બમણો ટોલ ચૂકવવો પડશે. અને હાઈવે ઓથોરિટીના કહેવા પ્રમાણે આ સિસ્ટમનું કડકાઈથી પાલન કરાવવામાં આવશે.

કેવી રીતે ખરીદશો ફાસ્ટેગ?

જો તમે ફાસ્ટેગ ખરીદવા માગો છો તો, તમે તમારી બેંકમાંથી ઓનલાઈન પણ ખરીદી શકો છો. લગભગ તમામ પ્રાઈવેટ અને સરકારી બેંકો દ્વારા પોતાની વેબસાઈટ ઉપર ફાસ્ટેગ ખરીદવાનો ઓનલાઈન ઓપ્શન આપવામાં આવ્યો છે. ઓનલાઈન ફાસ્ટેગ લેવા માટે તમને તમારી આરસી બૂક અને ડ્રાઈવિંગ લાયસન્સનો ફોટો પણ અપલોડ કરવો પડશે. ડોક્યુમેન્ટ અને ડિટેઇલ અપલોડ કર્યા બાદ તમને 15 દિવસની આસપાસમાં તમારા ઘરે ફાસ્ટેગ મળી જશે. જેને તમે તમારી ગાડીના કાચ ઉપર ચીપકાવી શકો છો, અને ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા વગર નીકળી શકો છો. બેંકો તરફથી ડિલિવરી માટે કોઈ ચાર્જ લેવામાં આવી રહ્યો નથી.

Paytm પરથી પણ મેળવી શકો છો ફાસ્ટેગ

તમે પેટીએમથી પણ ફાસ્ટેગ ખરીદી શકો છો. પેટીએમ દ્વારા તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમને પેટીએમ પર ડિટેલની સાથે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. તેમાં પણ 2 દિવસની આસપાસની અંદર તમારા ઘરે ફાસ્ટેગ પહોંચી જશે.

ટોલ પ્લાઝા ઉપર પણ બેંક કર્મીઓ આપશે ફાસ્ટેગ

નેશનલ હાઈવે પરના દરેક ટોલ પ્લાઝા ઉપર બેંકના કર્મચારીઓ બેંક સમય દરમિયાન ફાસ્ટેગની સુવિધા પૂરી પાડશે. બેંક કર્મીને આરસી બૂક અને લાયસન્સ આપવાથી તમારું ફાસ્ટેગ એકાઉન્ટ જનરેટ થશે. પણ બેંકની રજાના દિવસે ટોલ પ્લાઝા ઉપર બેંક કર્મીઓ હાજર નહીં રહે.

SMSથી થશે જાણ

તમે જ્યારે પણ ફાસ્ટેગ લગાવેલાં વાહનથી કોઈ ટોલ પ્લાઝા પરથી પસાર થતો તો, ફાસ્ટેગ એકાઉન્ટમાંથી ટોલની રકમ ચૂકવાઈ જતાં જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવી જશે. જેમાં તમારા એકાઉન્ટમાંથી કેટલી રાશિ કાપવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો