દિવાળી સ્પેશ્યિલ : ફરસી પુરી બનાવવાની એકદમ સહેલી રીત નોંધી લો

દિવાળી એક એવો તહેવાર છે કે જે લોકો દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાથી એક ખાસ વાનગી છે ફરસી પુરી. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરસી પુરી..

બનાવવાની રીત

સૌપ્રથમ મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. ત્યાર પછી તેમા અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચી તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને અડધો કલાક સુઘી રાખી મૂકો. હવે તેમાંથી લુઆ બનાવીને જાડી ગોળ પૂરી વણી લો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તૈયાર પુરીને ગરમ તેલમાં તળી લો. તે બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફરસી પુરી..

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો