ખેડૂતોને મનાવવાના સરકારના પ્રયાસ નિષ્ફળ રહ્યાં, સરકાર સાથેની બેઠક બાદ ખેડૂત નેતાઓ બોલ્યા “કા તો ગોળી મળશે, અથવા સમાધાન, આંદોલન ચાલુ રહેશે”

નવા કૃષિ કાયદા (Farmers Bill)નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers)ના 35 આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રીઓની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં. દિલ્હી (Delhi)માં વિજ્ઞાન ભવનમાં 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠક (Meeting)માં વાત વાત નથી બની. જોકે સરકાર (Government) અને ખેડૂતો બંનેએ વાતચીતને સારી ગણાવી છે. હવે 3 ડિસેમ્બરના આગામી તબક્કાની વાતચીત થશે. કેન્દ્રએ નવા કૃષિ કાયદાઓ પર વિચાર કરવા માટે ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાતો અને સરકારના પ્રતિનિધિઓની એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. સરકારે ખેડૂતોને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી છે, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે આંદોલન ચાલું રહેશે.

કૃષિ સંગઠનોના 35 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

બેઠકમાં ખેડુતો વતી કૃષિ સંગઠનોના 35 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર વતી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ સામેલ થયા હતા. બેઠક દરમિયાન સરકાર દ્વારા ખેડૂત નેતાઓને મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) અને કૃષિ પેદાશ બજાર સમિતિ (APMC) એક્ટ અંગે રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆત દ્વારા સરકારે ખેડુતોને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો કે નવા કાયદાઓથી તેમને ફાયદો થશે અને એમએસપીની સિસ્ટમ ચાલુ રહેશે.

ખેડૂતોએ કહ્યું – આંદોલન ચાલુ રહેશે

બેઠક બાદ ખેડુતોના પ્રતિનિધિ મંડળમાં સામેલ ચંદાસિંહે કહ્યું કે આંદોલન ચાલુ રહેશે. તેમણે કહ્યું, “કૃષિ કાયદા સામે અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે સરકાર પાસેથી ચોક્કસપણે કંઇક મેળવીને રહીશું, પછી ભલે તે બંદૂકની ગોળી હોય કે શાંતિપૂર્ણ સમાધાન. અમે વધુ વાટાઘાટો માટે પાછા આવીશું.” બેઠક પુરી થયા બાદ ભારતીય કિસાન સંઘ (એકતા ઉગ્રહણ) ના પ્રમુખ જોગિંદર સિંહ ઉગ્રહણે કહ્યું કે આ વાતચીત અનિર્ણિત રહી. તેમણે કહ્યું કે સરકારે 3 ડિસેમ્બરે બીજી બેઠક બોલાવી છે.

3 ડિસેમ્બરે ફરી થશે બેઠક

બેઠકમાં સામેલ ઓલ ઈન્ડિયા કિસાન ફેડરેશનના વડા પ્રેમસિંહ ભંગુએ કહ્યું કે વાટાઘાટ સારી હતી અને થોડીક પ્રગતિ થઈ છે. તેમણે કહ્યું, “આજની ​​બેઠક સારી હતી અને થોડી પ્રગતિ થઈ છે. 3 ડિસેમ્બરે સરકાર સાથેની વાતચીતના આગલા રાઉન્ડ દરમિયાન, અમે તેમને ખાતરી આપીશું કે કૃષિ કાયદાની કોઈ જોગવાઈ ખેડૂતોના હિતમાં નથી. અમારું આંદોલન ચાલુ રહેશે.” ખેડૂત નેતાઓ સાથેની બેઠક બાદ
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, “વાટાઘાટો સારી હતી.”

સરકારે શું કહ્યું?

તેમણે કહ્યું કે, “અમે 3 ડિસેમ્બરે ફરીથી વાટાઘાટ કરવાનું નક્કી કર્યું છે.” તોમારે કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે એક નાનું જૂથ બનાવવામાં આવે પરંતુ ખેડૂત નેતાઓ ઇચ્છતા હતા કે બધાની સાથે વાતચીત થવી જોઈએ. અમને આનાથી કોઈ સમસ્યા નથી.” વાતચીત દરમિયાન સરકારે ફરી ખેડૂતોને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી છે. નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, “અમે ખેડૂતોને આંદોલન રદ્દ કરીને વાતચીત માટે આવવાની અપીલ કરીએ છીએ. જોકે આ નિર્ણય ખેડૂત સંઘો અને ખેડૂતો પર નિર્ભર કરશે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો