કૃષિ કાયદાને લઇને ખેડૂતોની જે આશંકા હતી તે હવે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે, જાણો અદાણીએ સફરજનના શુ ભાવ નક્કી કર્યા

ગયા વર્ષે સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદાને લઇને ખેડુતો જે આશંકા વ્યકત કરી રહ્યા હતા તે હવે સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે. હકિકતમાં, ખેડુતો એ વાતને લઇને આંદોલન કરી રહ્યા છે કે સરકાર કૃષિ કાયદાને લાગૂ કરી દેશે તો ખેડુતોએ મોટા કોર્પોરેટ હાઉસોના ભરોસે રહેવું પડશે અને કોર્પોરેટ હાઉસ તરફથી ખેડુતોને યોગ્ય ભાવ નહીં મળે.

આ વાત ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે પણ એક નિવેદનમાં કરી હતી. રાકેશ ટિકૈતે જે શંકા વ્યકત કરી હતી તે હિમાચલ પ્રદેશમાં હકિકતના રૂપમાં જોવા મળી છે. વાત એમ બની છે કે હિમાચલ પ્રદેશમાં સફરજન ખરીદી માટે આવેલી અદાણી એગ્રી ફ્રેશ કંપની તરફથી બાગાયતીઓને મોટો આંચકો લાગ્યો છે. કંપની દ્રારા સફરજનના જે ભાવ નક્કી કરાયેલા દરો સાંભળ્યા પછી ગાર્ડનરોમાં ભારે નારાજગી વ્યાપી ગઇ છે.

જાણવા મળેલી માહિતી મુજબ અદાણી એગ્રી ફ્રેશ કંપનીએ ગયા વર્ષની સરખામણીએ સફરજનના ભાવ કિલોએ 16 રૂપિયા જેટલાં ઓછા નક્કી કર્યા છે. કંપની 26 ઓગસ્ટથી સફરજનની ખરીદી શરૂ કરશે. અદાણી એગ્રી ફ્રેશ કંપનીએ મંગળવારે સફરજનના ભાવ નક્કી કર્યા હતા. જેમાં 80 થી 100 ટકા રંગ વાળા એકસ્ટ્રા લાર્જ સફરજન કિલો દીઠ 52 રૂપિયા, જયારે લાર્જ, મીડિયમ અને સ્મોલ સફરજનને કિલો દીઠ 72 રૂપિયાના ભાવે ખરીદશે.

હવે ગયા વર્ષના ભાવ જોઇએ તો એકસ્ટ્રા લાર્જ સફરજનનો ભાવ 68 રૂપિયે કિલો હતો, જયારે લાર્જ, મીડિયમ અને સ્મોલ સફરજનનો કિલો દીઠ 88 રૂપિયા ભાવ નક્કી થયો હતો. બજાર પછી અદાણીના ભાવ પણ ઓછા રહેવાને કારણે બાગાયતીઓમાં નારાજગી વ્યાપી છે. આ વખતે 60થી 80 ટકા રંગવાળા સફરજનનો કિલો દીઠ ભાવ 37 રૂપિયા જયારે લાર્જ, મીડિયમ અને સ્મોલ આકારના સફરજનની 57 રૂપિયાના ભાવે ખરીદી થશે. 60 ટકાથી ઓછા કલરવાળા સફરજનને 15 રૂપિયે કિલો ખરીદવામાં આવશે. ગયા વર્ષે આ સફરજનનો ભાવ 20 રૂપિયે કિલો હતો.

અદાણી એગ્રી ફ્રેશ માટે બાગાયતીઓએ બોક્સમાં સફરજન પેક કરીને અદાણીના કલેકશન સેન્ટર સુધી પહોંચાડવા પડશે. કંપનીએ 26થી 29 ઓગસ્ટ સુધી માટે જ આ ભાવ નક્કી કર્યા છે. 29 ઓગસ્ટ પછી ભાવ બદલાઇ શકે છે.

હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રુપે ઠિયોગના સૈંજ, રોહડુના મેહંદલી અને રામપુરના બિથલમાં કલેકશન સેન્ટર બનાવ્યા છે. અદાણી એગ્રી ફ્રેશ ના ટર્મિનલ મેનેજર પંકજ મિશ્રાએ કહ્યું હતું કે બજારોની સરખામણીએ કંપનીએ સારા ભાવ નક્કી કર્યા છે. માર્કેટનો ફીડબેક લઇને ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 29 ઓગસ્ટ પછી માર્કેટની સ્થિતિ જોયા પછી ભાવમાં બદલાવ આવી શકે છે.

કૃષિ બાબતોના જાણકાર દેવેન્દ્ર શર્માએ કહ્યું હતું કે આ જ કારણે ખેડુતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. એટલે MSPને કાનુની અધિકાર બનાવવાની વાત કહેવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો