ગુજરાતનો ખેડૂત ડોલર અને પાઉન્ડ કમાતો થાય તેવું રોલ મોડેલ બનાવવું છે: CM રૂપાણી

CM વિજય રૂપાણીએ કચ્છ-ભુજમાં ખેડૂત સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. 25 વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામડાં અને ખેતીને બેઠી કરવા પાયો નાખ્યો અને અમારી સરકારે વડાપ્રધાને ચીંધેલા કૃષિ વિકાસના માર્ગે કૃષિ કલ્યાણના અનેક નિર્ણયો લઈને ખેડૂતની પ્રગતિ થાય તે દિશામાં નક્કર કામ કર્યું છે. પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના કરેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત માહિતી આપી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે ખેડૂત સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ 1400 ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતમાં તાકાત રહેલી છે. તેને પાણી બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂતમાં ક્ષમતા છે તેમ ખેડૂતોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે કચ્છમાં પશુપાલન અને ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને વેટરનરી કોલેજ બનાવવામાં આવશે. કચ્છના પશુપાલનને ઉત્તેજન આપીને પશુપાલકની પણ આપણે પ્રગતિ કરવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોની વિશાળ ક્ષમતા અને આગવી કોઠાસૂઝને સન્માનિત પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશો દેશમાં અને વિદેશમાં તેની માંગ વધે વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે.

છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેક્શન આપવામાં આવ્યા છે. 19 હજાર કરોડના ખર્ચે ખેડૂતોની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. પહેલા ખેડૂત દેવાદાર હતો. ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી. સરકારે ઝીરો ટકા વ્યાજે લોન આપીને સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજના લાવીને ખેડૂતને વિકાસની મુખ્યધારામાં જોડવા સેવાયજ્ઞ કર્યો છે.

કૃષિ કલ્યાણ માટે રૂપિયા 9 હજાર કરોડના કૃષિલક્ષી પેકેજ આપવામાં આવ્યા છે એમ જણાવીને મુખ્યમંત્રીએ મૂલ્યવર્ધિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવાનું જણાવીને ગુજરાતનો ખેડૂત વિશ્વની બજારમાં ઊભો રહે અને ક્યાંય પાછો ના પડે તે માટે વડાપ્રધાનના માર્ગદર્શનમાં પ1 એફ.પી.ઓ બનાવવાની યોજના ગુજરાતમાં આગળ વધી રહી છે, અત્યાર સુધીમાં 51 એફ.પી.ઓ બની ગયા છે અને 100 એફ.પી.ઓ બનાવવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો