તુલસીની ખેતી કરી 3 મહિનામાં ખેડૂતે કરી 3 લાખની કમાણી

મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો.

3 મહિનામાં પાક થઇ જાય છે તૈયાર

– ખેડૂત અનોખીલાલ પાટીદારે 10 વીઘાના ખેતરમાં તુલસીની ખેતી કરી, જેમાં માત્ર 3 મહિનાની અંદર તુલસીનો પાક તૈયાર થઇ ગયો હતો.
– 1 વીઘાનો ખર્ચ 1500 રૂપિયા આવ્યો. તે હિસાબથી 10 વીના જમીન પર વાવેતર કરવાનો કુલ ખર્ચ 15 હજાર રૂપિયા થયો હતો.
– ખેડૂતે તે પાકને 3 લાખ રૂપિયામાં વેચ્યો. એટલે કે તેને માત્ર 3 મહિનાની મહેનત કરી 2 લાખ 85 હજાર રૂપિયાની કમાણી કરી લીધી હતી.

માત્ર 3 મહિનાની મહેનત કરી 2 લાખ 85 હજાર રૂપિયાની કમાણી કરી લીધી હતી

ક્યારે કરવી જોઇએ ખેતી

– જુલાઇનો મહિનો તુલસીના પાક માટે સૌથી ઉત્તમ સમય હોય છે.
– તુલસીના બીજને 45×45 સે.મીના અંતરમાં પર વાવવા જોઇએ.
– અને RRLOC 12 અને RRLOC 14 (એક પ્રકાની જાત)પાકને 50×50 સે.મીના અંતરે વાવવા જોઇએ.

– પાક લગાવ્યાના તરત બાદ સાધારણ સિંચાઇ કરવાની શરૂ કરી દેવી જરૂરી છે.
– એક્ટપેર્ટ્સ અનુસાર, ખેતીથી 10 દિવસ પહેલા સિંચાઇ કરવાનું બંધ કરી દેવું જોઇએ.

છાણનું ખાતર નાખવું ફાયદાકારક

– 200થી 250 ક્વિંટલ છાણ અથવા કમ્પોસ્ટને ખેડતી વખતે બરાબર માત્રામાં નાખવું જોઇએ.
– ત્યારબાદ જ ખેતરને ખેડવાનું શરૂ કરવું, આ ઉપાયથી ખાતર સંપૂર્ણ રીતે માટીમાં મિક્ષ થઇ જાય છે.
– ખેતરને અંતિમવાર ખેડતી વખતે 100 કિલોગ્રામ યૂરિયા, 500 કિલોગ્રામ સુપર ફાસ્ફેટ અને 125 કિલો મ્યૂરેટ ઓફ પોટાશને એક હેસ્ટરના હિસાબથી જમીનમાં મેળવો.

ક્યારે થાય છે કાપણી

– જ્યારે પાકના પાન લીલા રંગના થઇ જાય છે, ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. યોગ્ય સમયે કાપણી કરવી જરૂરી હોય છે, આમ ના કરવા પર તેલની માત્રાની પાક પર ખરાબ અસર પડે છે.
– પાક પર ફૂલ આવાના કારણે પણ તેલની માત્રા ઓછી થઇ જાય છે, એટલા જ માટે જ્યારે પાક પર ફૂલ આવી જાય, ત્યારે તેની કાપણી કરવાનું શરૂ કરી દેવું જોઇએ.
– ઝડપથી નવી શાખાઓ આવી જાય, તે માટે કાપણી 15થી 20 મીટર ઉંચાઇથી કરવી.

કેટલો આવે છે ખર્ચ

– 1 વીઘા જમીન પર ખેતી કરવા માટે 1 કિલો બીજની જરૂર પડે છે. 10 વીઘામાં 10 કિલો બીજની જરૂર પડે છે. જેની કિંમત 3 હજાર રૂપિયાની આસપાસ પડશે.
– સિંચાઇ માટેની ચોક્ક્સ ગોઠવણી કરવાની જરૂર પડે છે.
– એક સીઝનમાં 8 ક્વિંટલ સુધી ઉપજ થાય છે. માર્કેટમાં તેની કિંમત અઢીથી 3 લાખ રૂપિયા સુધી હોય છે.

– બજારમાં 30થી 40 હજાર રૂપિયા પ્રતિ ક્વિંટલના ભાવ સુધી તુલસીના બીજ વેચાય છે,

કેવી રીતે વેચી શકો છો માલ

– તમે બજાર એજન્ટો દ્વારા પણ તમારો સામાન વેચી શકો છો.
– પોતે જ બજારમાં જઇને ખરીદદારોનો કોન્ટેક્ટ કરી શકો છો.
– કોંટ્રેક્ટ ફાર્મિંગ કરનારી દવાની કંપનીઓ અથવા એજન્સીઓ દ્વારા ખેતી કરી તેમને જ માલ વેચી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો