ગુજરાત માટે સૌથી શરમજનક બાબત: દેશને જીવાડનાર ખેડૂતોના આપઘાત મામલે ગુજરાત કયા નંબરે છે? જાણો

કેન્દ્ર સરકારે ભારે વિલંબ બાદ આખરે નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના કેલેન્ડર વર્ષ ૨૦૧૬ના આંકડા જાહેર કર્યા છે, જેમાં દર્શાવ્યા મુજબ ગુજરાતમાં ખેડૂતોના આપઘાતની ટકાવારીમાં ૩૫.૫ ટકાનો ચિંતાજનક વધારો થયો છે.

દેશમાં ખેડૂતોની આત્મહત્યા ગુજરાત સહિત ૫ રાજ્યોમાં વધી છે, જેમાં ગુજરાતનો નંબર ચોથો ક્રમ છે. રાજ્યમાં ૨૦૧૫માં ૩૦૧ કિસાનોએ આપઘાત કર્યા હતા, તે સંખ્યા ૨૦૧૬માં વધીને ૪૦૮ દર્શાવાઈ છે. ગુજરાત માટે શરમજનક બાબત એ છે કે ખેડૂતોનો આપઘાતની સંખ્યા જ્યાં સૌથી વધુ હોય છે એ મહારાષ્ટ્રમાં પણ ટકાવારીમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે તેલંગાણામાં ૫૪ ટકાનો, છત્તીસગઢમાં ૨૮.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

રાજ્યવાર ખેડૂતોના આપઘાત

રાજય- ૨૦૧૫ -૨૦૧૮ -% વધઘટ

પંજાબ ૧૨૪ ૨૭૧ ૧૧૮.૦

હરિયાણા ૧૬૨ ૨૫૦ ૫૪.૩૨

કર્ણાટકા ૧,૫૬૯ ૨,૦૭૯ ૩૨.૫૦

ગુજરાત ૩૦૧ ૪૦૮ ૩૫.૫

મધ્યપ્રદેશ ૧,૨૯૦ ૧,૩૨૧ ૨.૪

તેલંગના ૧,૪૦૦ ૬૪૫ -૫૪.૦

મહારાષ્ટ્ર ૪,૨૯૧ ૩૬૬૧ -૧૫.૫

આંધપ્રદેશ ૯૧૬ ૮૦૪ -૧૨.૨

છત્તીસગઢ ૯૫૪ ૬૮૨ -૨૮.૫

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો