સૌરાષ્ટ્રમાં કિસાનોની કરુણા તો જુઓ, પરસેવાથી પકાવેલા મગફળીના પાકને ભારે હૈયે સળગાવ્યો

કમોસમી વરસાદને લીધે ઉત્પાદનના રૂપમાં ખેડુતોના મોં સુધી આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે. મગફ્ળી સહિતનો પાક નિષ્ફ્ળ ગયો છે. તો બીજી તરફ ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામતા ઢોરઢાંખરના નિભાવની ઘેરી ચિંતા ફ્રી વળી છે. ત્યારે મજુરીનો ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિમાં માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે કંટાળેલા ખેડુતોએ મગફ્ળીના પાથરા સળગાવી નાંખ્યા હતા.

માનખેત્રા ગામની સીમમાં બે અલગ અલગ જગ્યાએ મળી પાંચાભાઈ નારણભાઈ કરમટા અંદાજે ૧૫ વિઘા જમીન ધરાવે છે. દિવસ રાતની કાળી મજુરી બાદ મગફ્ળીનો ફલ થયો હતો. કાપણી બાદ કમોસમી વરસાદમાં ખેતરમાં પડેલા પાથરા પલળી જતા ભારે નુકશાન થયું હતું.

પાથરાનો આગથી નાશ કરી નાંખનાર પાંચાભાઈએ જણાવ્યું હતું કે વાતાવરણને જોતા પાંચ દિવસના કામની મજુરોની મજુરી અને ઓપનરનો ખર્ચ પણ અત્યારે પરવડે તેમ નથી. વ્યાજે પૈસા લઉ તો મજુરી છુટે. દાણો ડેમેજ છે, કાંઈ વધે એમ જ નથી. ચારો ફેઈલ છે. ૩ ભેંસ અને બે બળદ સહિત સાત મુંગા જીવને જીવતો રાખવાનો પડકાર છે. નાના વાછરડાઓને ગૌશાળામાં મુકવા પડે તેવી સ્થિતિ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો