ઓર્ગેનિક ખેતીનો ક્રેઝ વધતા માણાવદરના ખેડૂતને મળી ઓર્ગેનિક ખેતીની કિંમત, સીંગતેલનો ડબ્બો 3500 રૂપિયામાં વેચ્યો

વજશીભાઈ કરંગિયા: અમારૂ ગામ માણાવદર તાલુકાનું દેશીંગા. આ વખતે મારી જેમ ગાય આધારિત ખેતી કરતા ગ્રુપના ખેડૂતમિત્રોને ઓર્ગેનિક સીંગતેલના એક ડબ્બાના 3500 રૂપિયા મળ્યા, એમ વર્ષોથી આ ગામની ગાય આધારિત ખેતી કરીએ છીએ, એવું નું કહેવું છે. સીંગતેલના ડબ્બે 3000 રૂપિયા તો ગયા વર્ષે મને મળ્યા હતા, એમ તેઓ વધુમાં જણાવે છે. વજશીભાઈ કહે છે, અમે વર્ષ 2010થી મગફળી વેપારીને વેચવાને બદલે તેલ કઢાવીને સીધા ગ્રાહકને વેચવાની શરૂઆત કરી હતી. એ વખતે બહુ ઓછા ખેડૂતો આ રીતે તેલ વેચતા. આમ છતાં અમારે ગ્રાહકો શોધવાની મહેનત નથી કરવી પડતી, કારણ કે લોકો ઓર્ગેનિક વસ્તુની કદર કરતા થયા છે. તેઓ ભાવ આપવા તૈયાર છે. શરત એટલી કે વસ્તુ શુદ્ધ હોય. આજે તો સ્થિતિ એવી છે કે ગ્રાહકોની માગ જેટલું સીંગતેલ અમારી પાસે હોતું નથી. આ વખતે વધુ વરસાદને લીધે મગફળી નબળી છે, એટલે અમે વેપારીને વેચી. સીધું ગણિત છે, જો અમે તેલ કઢાવીને વેચીએ તો અમે ભાવ નક્કી કરીએ, પણ જો વેપારીને મગફળી વેચીએ તો ભાવ એ નક્કી કરે. જ્યારે કુતિયાણા તાલુકાના ચોલિયાણા ગામના ખેડૂત રામજીભાઈ કારાભાઈ ધોકિયા કહે છે, મારે 31 વીઘા જમીન છે. હું ખરીફમા મગફળી વાવું અને રવી પાકમાં ફરતું ફરતું વાવેતર કરું.

આ વર્ષે રવી પાકમાં લસણ, ચણા અને ધાણાનું વાવેતર કર્યું છે. હું ક્યારેક યાર્ડમાં પણ જણસ વેચું અને ક્યારેક સીધા ગ્રાહકને પણ વેચું. ગત વર્ષે મેં ઘઉં વાવ્યા હતા. એનું ક્લિનિંગ અને ગ્રેડિંગ જાતે જ કર્યું અને રિક્ષા ભરી જૂનાગઢની સોસાયટીઓમાં પહોંચી ગયા. ત્યાં લોકોને ઘઉં બતાવ્યા, ભાવ કહ્યો અને તેમણે લીધા પણ ખરા. ગ્રાહકને બજારમાં ઘઉં 400 રૂપિયે મણના ભાવે મળે. અમને વેપારી મણના 350 રૂપિયા આપે. એને બદલે મેં ગ્રાહકને 380 રૂપિયે મણ વેચ્યા. ટૂંકમાં, બંને પક્ષે ફાયદો થયો.

અમારા એરિયાના ઘણા ખેડૂતો જીરું નાના પેકિંગમાં ભરીને સીધા ગ્રાહકને વેચે છે. ઘણા ખેડૂતો ડુંગળી ગ્રેડિંગ કરીને 20 કે 50 કિલોના પેકિંગ બનાવી છકડોરિક્ષામાં ભરીને સીધા બીજા ગામ કે શહેરમાં પહોંચી જાય. ગ્રાહકને બજાર કરતાં ઓછા ભાવે ડુંગળી મળે અને ખેડૂતને દલાલ કરતાં વધુ ભાવ મળે.

2006માં ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં આવ્યો, તેની મીટિંગમાં જવા લાગ્યો, પછી કૃષિમેળામાં બીજા ખેડૂતોને સીધા ગ્રાહકને જણસ વેચવાની ચર્ચા કરતા સાંભળ્યા. ત્યાર પછી જૂનાગઢ કૃષિ યુનિર્વિસટીના 3 દિવસના તાલીમ વર્ગમાં પદ્ધતિસર સીધો ગ્રાહકને વેચવા શું કરવું જોઈએ એની ખબર પડી. પછી તો દલાલોને ખટાવવા નથી પડ્યા.- રામજીભાઈ ધોકિયા, ખેડૂત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો