પોરબંદરના ખેડૂતે 3 વિઘાના 1800 મણ ટમેટા જરૂરીયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે વિતરણ કર્યા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે અનેક સમસ્યાઓ નિર્માણ પામી છે. લોકડાઉનના કારણે ભારતમાં રહેતા જરૂરીયાત મંદોના સહારે અનેક સંસ્થાઓ, સેલીબ્રીટીઓ આગળ આવીને સહાય કરતી હોય છે. ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે. ખેડૂતોના સહકારથી કોઈપણ કાર્ય સફળ થતું હોય છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં સૌને આજીવિકાની ચિંતા હોય છે ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતે કોરોના સામેની લડાઈમાં સરકાર અને સમાજને સાથ આપવા સેવાનું એક મોટું કાર્ય કર્યું છે.

પોરબંદરના ઓડદર ગામના ખેડૂત હમીરભાઇ ઓડેદરાએ કોરોના મહામારી સામે લડી રહેવા દેશની સાથે જોડાઇને પોતે પણ માં ભોમ માટે કઇક કરી બતાવવાની ઇચ્છા સાથે તથા લોકડાઉનની સ્થિતિમાં જરૂરીયાત મંદોને કોઇ મુશ્કેલી ન થાય અને ભોજન મળી રહે તે માટે અનેક સંસ્થાઓ પોરબંદરમાં કામ કરી રહી છે તેમાં હમીરભાઇએ પણ પોતાનાથી બનતી મદદ કરીને અન્ય લોકોને પ્રેરણા પુરી પાડી છે. જમીનના 3 વિઘાના 1800 મણ ટમેટા માર્કેટીંગ યાર્ડ ખાતે વેચવાને બદલે જરૂરીયાત મંદોને વિનામૂલ્યે વિતરણ કર્યા હતા.

આ સંદર્ભે ખેડૂત હમીરભાઇએ કહ્યુ કે, કોરોના મહામારી સામે બધા કઇકને કઇક મદદ કરી રહ્યા છે, ત્યારે મારી વાડીમાં ઉગેલા ટમેટા પણ જરૂરીયાતમંદોને વિતરણ કરી શકાય. જેથી રતનપરના પૂર્વ સરપંચ ભીમભાઇ ઓડેદરાનો સંપર્ક કર્યો અને ભીમભાઇ તથા તેમના સાથીદારોએ ટમેટા ઉતારીને જરૂરીયાતમંદોને વિતરણ કર્યા હતા. આમ ઓડદર ગામના ખેડૂતની પ્રસંશનીય કામગીરીથી પોરબંદરના નવીબંદર વિસ્તારમાં રહેતા જરૂરીયાતમંદોને 1800 મણ ટમેટા વિતરણ કરાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો