ગુજરાતનો આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી, સાત વર્ષથી કરે છે આ ખેતી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો દાડમ, એપ્પલ બોર, ખારેક સહિત શાકભાજીની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે. ત્યારે થરાદના ભડોદર ગામે એક ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ રૂ. 10 લાખ ઉપરાંતનો નફો મળવાનો અંદાજ છે.

ખેડૂત મરચાની ખેતીમાં 10 માસમાં રૂ. 10 લાખ કમાશે

છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરું છે

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ, વાવ, ધાનેરા, કાંકરેજ, સુઇગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતો અવનવી ખેતી કરી લાખો કમાઇ રહ્યા છે. જેમાં દાડમ, એપ્પલ બોર, ખારેક, કેરીની ખેતી કરી પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદના ભડોદરમાં વરજાંગભાઇ શીવાભાઇ માલાભાઇ પટેલ મરચાની ખેતી લાખોના ખણખણીયા ગણી રહ્યા છે. આ અંગે ખેડૂત વરજાંગભાઇ પટેલએ જણાવ્યું હતું કે, ‘છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરું છે. જે 10 માસની ખેતી છે.

બે એકરમાં મલ્ચીંગથી મરચાની ખેતીમાં અંદાજે દોઢ લાખનો ખર્ચ

મરચાની ખેતીમાં અંદાજે દોઢ લાખનો ખર્ચ

મરચાં ડીસાની બજારમાં વેચવા મોકલવામાં આવે છે. જે અત્યારે 25 થી 45 રૂપિયે વેચાઇ રહ્યા છે. આમ દર વર્ષે લાખો રૂપિયાની કમાણી થાય છે. જ્યારે આ વર્ષે બે એકરમાં મરચાની ખેતીમાં અંદાજે દોઢ લાખના ખર્ચ સામે 10 લાખ ઉપરાંતનો નફો મળશે.’ આમ બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો ફળફળાદી અને શાકભાજીની ખેતીમાં મહિને એક સરકારી અધિકારીના પગાર કરતાં પણ સારું કમાઇ સમૃદ્ધ બની રહ્યા છે.

ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે

થરાદના ભડોદર ગામે એક ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે.

મરચાં અત્યારે 25 થી 45 રૂપિયે વેચાઇ રહ્યા છે

છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરું છે

સરકારી અધિકારીના પગાર કરતાં પણ સારું કમાઇ સમૃદ્ધ બની રહ્યા છે

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો