આ ખેડૂતે કર્યું દોઢ ફૂટ લાંબા રીંગણા નું ઉત્પાદન, માન્યામાં ન આવે તો જોઈ લો અહિં

વેરાવળ નજીક ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે દરિયાઇ ખારાશ વાળી જમીનમાં દોઢ ફુટનાં મબલખ રીંગણાનું ઉત્પાદન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે સાથે ઇઝરાઇલ પદ્ધતિનો ઉપયોગ કરી એક છોડમાંથી નવ જેટલી જુદી જુદી વેરાઇટીના રીંગણ પણ મેળવ્યા છે. આવો મળીએ અને જાણીએ ચોરવાડ ગામના આ પ્રગતિશીલ ખેડૂતની ખેતી વિશે….

આ દ્રશ્ય છે સમુદ્ર તટે આવેલા ચોરવાડ ગામના વજુભાઇ વાજાની વાડીના… જયાં દરિયાઇની ખારાશ છતાં આ ખેડૂત વજુભાઇ વાજાએ તેમની આગવી સુઝબુજથી ખેતીમાં ધારી સફળતાની સાથે અનેરી સિદ્ધિ પણ હાંસલ કરી છે.

જી હાં આપે કદી દોઢ ફૂટ ના રીંગણ જોયા છે નહી….?
પરંતુ ચોરવાડના પ્રગતિશીલ ખેડૂત વજુભાઇ વાજા દોઢ ફૂટના રીંગણાનું ઉત્પાદન પ્રાપ્ત કર્યું છે. વજુભાઇની વાડીમાં ર૦૦૦ જેટલા રીંગણાના છોડ છે અને તેઓએ મબલખ ઉત્પાદન મેળવ્યું છે. ખાસ કરીને આ રીંગણ હોટલ અથવા વઘુ માત્રામાં શાક બનાવતા પરીવાર માટે પરવડે છે.

વજુભાઇ એ માત્ર દોઢ ફુટના રીંગણ જ નહીં લોકોની જુદી જુદી જરૂરિયાત મુજબ નવ જેટલા વિવિઘ વેરાઇટીના રીંગણનું ઉત્પાદન કર્યું છે જેમાં ભડથા રીંગણ, ભરવા માટેના રીંગણ સહિતના રીંગણનો સમાવેશ થાય છે.

મહત્વની વાત તો એ છે કે ચોરવાડના દરીયા કિનારાથી બે કી.મીના અંતરે આવેલા આ ખેતરમાં એકદમ ખારાશને કારણે અહીં મોટાભાગે નારીયેળીની ખેતી થાય છે પરંતુ પ્રગતિશીલ ખેડૂત વજુભાઇ વાજાએ પ્રાચીન રૂષી ખેતી અપનાવી અને સંપુર્ણ ઓર્ગેનિક એટલે કે દેશી ખેતીએ પણ ગાય આધારીત કરી રહ્યાં છે.

વજુભાઇ એ તેમની વાડીએ ગીર ગાય વસાવી તેના ખાતરમાંથી તેમજ અળસીયા ખેતીની મદદથી ખેતીમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તો સાથે સાથે ઇઝરાઇલ પદ્ધતિનો પણ ઉપયોગ કરી જુદા જુદા છોડમાં ટેગીંગ કરી એક રીંગણના છોડમાં નવ વેરાઇટીના રીંગણનું ઉત્પાદન મળવી રહ્યાં છે.

દરેક ખેડૂત રીંગણની ખેતીમાં એક વર્ષ જ ઉત્પાદન મેળવી શકે છે. પરંતુ વજુભાઇ વાજાની આવડતને કારણે તેઓ એક જ છોડ પરથી સતત ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મેળવી રહ્યાં છે.

ચોરવાડના ખેડૂત વજુભાઇ વાજાની આગવી સુજબુજ અને ખેતીમાં અવનીવી પદ્ધતિ દરેક ખેડૂત માટે પ્રેરણાદાયી બની રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો