માવઠાને કારણે વીરપુરના ખેડૂતનો કોબિજ અને ફ્લાવરનો પાક નિષ્ફળ, 10 વીઘાના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું, કહ્યું માર્કેટમાં 1 રૂપિયે કિલો લેવા કોઈ તૈયાર નથી

તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કર્યુ છે. જેના પર માવઠું થતાં ફ્લાવરનો પાક બગડવા લાગ્યો અને ખુલ્લી બજારમાં ભાવ પણ તળિયે બેસી જતા કેટલાક ખેડૂતોએ ઉભા ફલાવરના પાકમાં રોટાવેટર ફેરવી દીધું છે. હસમુખભાઈ સાકરીયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં 20થી 22 વીઘામાં ફ્લાવર અને કોબિજનો પાક વાવ્યો છે. પરંતુ માવઠાને કારણે પાક નિષ્ફળ ગયો છે અને માર્કેટમાં કોઈ 1 રૂપિયે કિલો ફ્લાવર-કોબિજ લેવા કોઈ તૈયાર નથી. આથી આજે મેં મારા 10 વીઘામાં ઉભા ફ્લાવર અને કોબિજના પાક પર રોટાવેટર ફેરવી નાખ્યું છે.

વીરપુરમાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

હવામાન વિભાગે થોડા દિવસ પૂર્વે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું, ધાણા, કપાસ વગેરે પાકોમાં નુકસાની થઈ હતી. તેમજ શાકભાજીનો પાક સડવાની બગડવાની ભીતિ સેવાઈ રહી હતી. આ ભીતિ યાત્રાધામ વીરપુરમાં સાચી ઠરી છે. કેમ કે અહીં વર્ષોથી શાકભાજીની ખેતી કરતા કેટલાક ખેડૂતોમાં હરસુખભાઈ સાકરીયા નામના ખેડૂતે કોબીજ તેમજ ફ્લાવરનું વાવેતર કર્યુ હતું. પરંતુ માવઠાને કારણે હરસુખભાઈ સહિત શાકભાજીનું વાવતેર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

હરસુખભાઈએ ફ્લાવરને યોગ્ય પ્રમાણમાં ખાતર, દવા આપી સારી માવજત કરતા પાક પણ ખૂબ સારો થતા ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે થયેલી નુકસાની આ શાકભાજીના સારા પાકથી સરભર થઈ જશે તેવી આશા લઈને બેઠા હતા. પરંતુ થોડા દિવસ પહેલા પડેલા માવઠાએ ખેડૂતની માઠી દશા કરી નાખી છે. એકબાજુ ખુલ્લી બજારમાં ફ્લાવરનો ભરાવો થઈ ગયો છે અને ખુલ્લી બજારમાં કોઈ લેવાલી જ ન રહી. બીજી બાજુ માવઠાને કારણે ફ્લાવરનો પાક સડવા લાગતા ખેડૂત હરસુખભાઈએ ભારે હૃદયે 22 વીઘાના ફ્લાવરના વાવેતરમાંથી અડધો પાક બચાવવા માટે 8થી 10 વિઘામાં સડી ગયેલા પાક પર રોટાવેટર ફેરવી દીધું હતું. હરસુખભાઈએ જણાવ્યું હતું કે મારે 15 હજાર રૂપિયાનું વીઘે નુકસાન પહોંચ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો