આટકોટના ખેડૂતે પશુઓ માટે 8 વીઘામાં વાવેલી લીલી મકાઇ ગૌશાળાને દાનમાં આપી દીધી, ખેડૂતોને અપીલ કરી કે દર વર્ષે બે ચાસ પશુ-પક્ષીઓ માટે રાખો

આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. એમની કામગીરીની ઠેર- ઠેર સરાહના થઈ રહી છે. સમાજમાં કેટલાય શ્રીમંતો છે પણ જ્યાં નાણા ખર્ચવાની અને કોઇ ગરીબ જરૂરીયાતમંદને મદદ કરવાની વાત આવે તો ગેંગે-ફેંફે કરવા લાગે છે. પણ આટકોટના વૃદ્ધ ખેડૂત ધીરુભાઈ પટેલ કોઈ એવા સશક્ત કે શ્રીમંત નથી છતાં પોતાના ખેતરમાં મજૂર રાખીને પશુઓ માટે આઠ વીઘાની પોતાના જમીનમાં મકાઈ વવડાવી ઉછેરી અને ગૌશાળાને દાનમાં આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આપણા વડીલોપશુ-પક્ષીઓ માટે વાવતા હતા

લોકડાઉનના કારણે હાલમાં લીલો ઘાસચારો એટલો મોંઘો થઇ ગયો છે કે પશુપાલકોમાં પણ રાડ બોલી ગઈ છે અને ગૌ શાળાઓને પણ લાંબા હાથ કરવા પડે છે. ત્યારે આટકોટના ખેડૂત ધીરૂભાઇએ ગૌશાળા અને પશુઓને લીલો ચારો આપી ખરા અર્થમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ધીરુભાઈ રામાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને એટલું જણાવવાનું કે દરેક પશુ-પક્ષીઓને તેના ખેતરમાં બે ચાસ જેટલું વાવેતર કરી દર વર્ષે પશુ-પક્ષીનો ભાગ પણ કાઢવો જોઈએ. જેથી આવા કુદરતી તાંડવ ન થાય. આપણા બુઝુર્ગ પણ ખેતરમાં વાવતા પણ આ બધુ બંધ કરી દેતાં આવી કુદરતી આફતો આવે છે. મારે દરેક ખેડૂતોને અપીલ છે કે થોડો ભાગ પણ આપણે પશુઓ-પક્ષીઓને દાન કરવું જોઈએ. આવા કોરોના રોગચાળો ફેલાયો હોય ત્યારે આવા અબોલા જીવોને પણ આપજો જેથી આવા પશુઓ મરી ન જાય.

(અહેવાલ- તસવીરોઃ કરસન બામટા, આટકોટ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો