જેતપુરના દેવકી ગાલોલમાં ઉભા પાકને નુકસાન પહોંચાડી વીજપોલ નાંખ્યા, પૂરતું વળતર ન મળતા ખેડૂત દંપતીનો સમાધિ દ્વારા જેટકો સામે કર્યો વિરોધ

જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ખેડૂતો દ્વારા જેટકો કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉભા કપાસના પાકમાં વીજ પોલ નાંખવા માટે એક ખેડૂતની જમીનને ખેદાન મેદાન કરતા ખેડૂતોએ વળતરની માંગ કરી હતી. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ વળતર ન અપાતા કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે તે ખેડૂત દંપતીએ કપાસના પાકમાં જ જમીનમાં દટાઇને પ્રતિક સમાધિ લઇ વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં માત્ર દંપતીનું મોઢુ જ બહાર દેખાય છે. બાકીનો શરીરનો ભાગ જમીનમાં દટાયેલો છે. તેમજ અન્ય ખેડૂતો દ્વારા જેટકો કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

66 કેવીની વીજ લાઈન નાખતા ખેડૂતોનો વિરોધ

જેટકો કંપની દ્વારા દેવકી ગાલોલ ગામે વિરોધ છતાં પોતાની મનમાનીરૂપે ઉભા પાકને ઉખેડી વીજ પોલ નાખવામાં આવ્યો હતો. જેને લઇને ખેતરમાંથી ઊભો પાખ ઉખેડી નાખતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આમ ખેડૂતો દ્વારા કંપનીની મનમાનીનો વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે જેટકોકંપની દ્વારા ઊભા પાકને ઉખેડી વીજ પોલ નાંખ્યા બાદ પૂરતુ વળતર પણ ન ચૂકવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં 66 કેવીની વીજ લાઇનનો વીજ પોલ નાંખવામાં આવ્યો છે. બીજી તરફ ગામ દ્વારા વિરોધને નજરમાં લઇને જેટકો કંપનીએ પોલીસ રક્ષણ સાથે કામગીરી કરતાં ગ્રામજનોએ તેનો પણ વિરોધ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો