માત્ર 12 ચોપડી ભણેલા વીરપુરના અરવિંદભાઈ ગાજીપરા એ સ્વબળે ખેતી માટે ઊભી કરી ડિજિટલ વ્યવસ્થા

ખેતર નહીં પણ જાણે કોઈ કારખાનું હોય તેમ વીરપુર જલારામ ગામના એક ખેડૂતના ખેતરમાં સોલાર પધ્ધતિથી કુવામાંથી મોટર દ્વારા પાણી ખેંચી ટપક સિંચાઈથી પાકોને આપવામાં આવે છે અને તે પણ પાછું ઘેરબેઠા મોબાઈલથી આ બધું કામ કરવામાં આવે છે અને આ બધા કામ પર સીસીટીવી કેમેરા દ્વારા ઘરબેઠા જ ખેડૂત નજર પણ રાખે છે

વીરપુર જલારામ ગામના અરવિંદભાઈ ગાજીપરા નામના માત્ર બાર ચોપડી ભણેલા એક ખેડૂતે પોતાની કોઠાસુઝથી પોતાનું ખેતર જાણે એક ફેકટરી હોય તેમ ખેતીનું તમામ કામ મોબાઈલ દ્વારા ઘરબેઠા કરે છે જેથી જ આ ખેડૂતને તાજેતરના કૃષી મહોત્સવમાં ડિજિટલ ખેડૂતનો સરકાર દ્વારા પારિતોષિક આપવામાં આવ્યો છે. આધુનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂત અરવિંદભાઈની ખાસ મુલાકત લઈને તેમણે એવું તે શું કામ કર્યું છે કે સરકાર દ્વારા તેમને ડિજિટલ ખેડૂતનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તે પૂછતા, ખેડૂત અરવિંભાઈએ જણાવેલ કે વીજળીની ઝંઝટથી કંટાળી તેમણે પોતાના ખેતરમાં સોલાર સિસ્ટમ ફિટ કરી છે.

સોલાર પદ્ધતિની કાર્ય પદ્ધતિમાં પણ થોડો સુધારો કરીને તમામ સીસ્ટમ ડિજિટલ કરી એટલે કે મોબાઇલથી જોડી જેને કારણે અરવિંભાઈએ પોતાના ખેતરના પાકને ઘરેથી કે ગમે ત્યાં બહારગામ ગયા હોય ત્યાંથી સમયસર પાણીનું પિયત કરી શકે છે આ માટે તેમણે પોતાના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી છે જેના વડે તેઓ ઘર બેઠા જ મોબાઇલથી ખેતરમાં પાણીની મોટર ચાલુ કરીને પાકને પિયત કરાવી શકે છે અને સાથોસાથ ખેતરમાં કિંમતી સાધન સામગ્રી પર નજર રાખવા ખેતરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને આ કેમેરાનું જોડાણ પણ મોબાઈલ સાથે હોવાથી ઘરબેઠા ખેતરમાં નજર રાખી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો