પોલીસ કર્મીઓએ ખલાસી બની પાટણના SP શોભા ભૂતડાની કાર ખેંચી આપી અનોખી વિદાય, દિલ્હી ડેપ્યુટેશન પર જશે

એક વર્ષ પહેલા પાટણ જિલ્લાના પોલીસ વડાના રૂપમાં મહિલા આઈપીએસ શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમના આગમનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. જિલ્લાવાસીઓ ભયમુક્ત અને સુખેથી જીવન જીવી શક્યા હતા. ત્યારે તેમની વિદાયથી જિલ્લા જ નહીં પરંતુ પોલીસ વિભાગના કર્મચારીઓએ તેમને યાદગાર વિદાય આપવા તેમની કારને દોરડા બાંધીને રથની માફક ખેંચી હતી.

શોભા ભૂતડા પતિ સાથે દિલ્હીમાં નિયુક્ત થયા

ગુજરાત કેડરના બે IPS અધિકારીઓની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે. તે પણ એક IPS દંપત્તી. બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલે અને પાટણ એસપી શોભા ભૂતડા બંને કેન્દ્રિય ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર જઈ રહ્યા છે.

2018માં પાટણના જિલ્લા પોલીસ વડા બન્યા

એસપી શોભા ભૂતડાએ 2018માં 27 જુલાઈએ પાટણ જિલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે એક વર્ષ બાદ આજે 3 સપ્ટેમ્બરે પાટણ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા તેમનો શુભેચ્છા સહ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં એસપીને વિદાય આપતી વખતે એસપીની ગાડીને રથને પોલીસ કર્મચારી ખલાસી બનીને કાર બેઠેલા એસપી શુભા ભૂતડાને ખલાસીની માફક ખેંચીને ભાવ ભરી વિદાય આપી હતી.

મૂળ મહારાષ્ટ્રિયન શોભા ભૂતડા 

મહેનત કરીને IPS બન્યા

મૂળ મહારાષ્ટ્રના વતની શોભા ભૂતડા મહેનત કરીને IPS બન્યા છે. ગુજરાતના આંગણે પાટણમાં એસ.પી તરીકે તેમણે આજે વિદાય લીધી હતી. મહિલા આઈપીએસ અધિકારી શોભા ભૂતડાએ બીકોમમાં અભ્યાસ કર્યો છે. તેઓ 2008માં યુપીએસસી પાસ આઉટ થયા હતાં. સ્કૂલમાં અભ્યાસ કરતાં ત્યારે તેમને અંગ્રેજી ખૂબ જ કાચું હતું. અંગ્રેજી વિષયમાં ખૂબ જ મહેનત કરી તો બીજા વર્ષે રાજ્યમાં પ્રથમ આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સ્કૂલ તરફથી ચેન્નાઈ ટ્રિપમાં ગયા હતા ત્યારે અંગ્રેજી બોલવામાં બહુ જ તકલીફ પડી હતી. જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બે દિવસ અમારે ધર્મશાળામાં રોકાવું પડ્યું, એ બે રાત હું ક્યારેય ભૂલી શકું એમ નથી. તેમનું ગુજરાતી પણ જોરદાર છે. તેમણે મહિલાઓને પ્રેરણા આપતું સંબોધન સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

(તસવીર અને માહિતી સૌજન્ય : મૌલિક દવે, પાટણ)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો