ટીવીના પ્રખ્યાત અભિનેતા અને ક્રાઇમ પેટ્રોલના કલાકારનું 52 વર્ષની વયે નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત

ટીવીના પ્રખ્યાત અભિનેતા શફીક અંસારીનું અવસાન થઇ ગયુ છે. તેઓ કેન્સરથી પીડીત હતા. ગત 12 દિવસમાં આ મનોરંજન જગત માટે ત્રીજો મોટો ઝાટકો છે. સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 29 એપ્રેલે ઇરફાન અને 30 એપ્રિલે ઋષિ કપૂર પણ કેન્સરની બીમારીના કારણે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં જ હવે ટીવી જગતના પ્રખ્યાત અભિનેતા પણ કેન્સરથી જિંદગી હારી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટીવીની દુનિયાના પ્રખ્યાત એક્ટર શફીક અંસારીનું મુંબઇમાં નિધન થઇ ગયુ છે. તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા.

પેટના કેન્સરથી હતા પીડિત

શફીક અંસારી ટીવીના પ્રખ્યાત શો ‘ક્રાઇમ પેટ્રોલ’સાથે ખુબ લાંબા સમયથી જોડાયેલા હતા. મુંબઇના મદનપુરા વિસ્તારમાં રહેતા શફીક અંસારી પેટના કેન્સરથી પીડિત હતા. ઘણા વર્ષોથી તેમની સારવાર ચાલી રહી હતી. કાલે સાંજે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શફીક અંસારીની ધર્મપત્નીએ જણાવ્યું હતું કે, ગઇ કાલે તેમની તબિયત દીવસભર સારી હતી પરંતુ સાંજે 5.30 વાગ્યે અચાનક જ તેમની તબિયત બગડી અને તેઓનું અવસાન થયું.

શફીક અંસારીની ઉંમર 52 વર્ષ હતી. ત્રણ દીકરી, પત્ની અને પોતાની માતા સાથે તેઓ મુબઇમાં રહેતા હતા, ગત 2 વર્ષથી તેઓ કેન્સની જીવલેણ બીમરી સામે જજૂમી રહ્યા હતા. તેમને થોરેસિક કેન્સરની બીમારી હતી. કેટલાક મહિનાઓ પહેલા તેમને લંગ કેન્સર પણ થયુ હતું. થોડા સમય પહેલા તેઓ ઓક્સિજન પંપની મદદશી શ્વાસ લેતા હતા. તેઓ આયુર્વેદીક મેડિસિન પણ લઇ રહ્યા હતા. જેના કારણે તેમની તબિયતમા સારો ફરક પડ્યો હતો. પરંતુ કાલે અચાનક તબિયત બગડ્યા બાદ શાફીકનું મૃત્યુ થઇ ગયું. શફીકની પત્ની ગૌહર અનુસાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા અને તેમના કેટલાક સ્કૂલના દોસ્ત ગત ઘણા સમયથી તેમની મદદ કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો