પાલિતાણાનો આ પરિવાર ઘરે સંસ્કૃતમાં કરે છે વાતચીત, સંસ્કૃતમાં વાતચીત કરતા સૌરાષ્ટ્રનાં 11 પરિવાર, પાલિતાણામાં સ્પોકન સંસ્કૃતના 80 સાધકો

સંસ્કૃત ભાષા બોલવી આસાન છે અને અમારા પાલિતાણામાં અમારો આખો પરિવાર તો સંસ્કૃત બોલે જ છે ઉપરાંત 80થી 90 જેટલા લોકો સ્પોકન સંસ્કૃત શીખી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં 17 અને સૌરાષ્ટ્રમાં 11 પરિવારના સભ્યો એવા છે જે આખો પરિવાર સંસ્કૃતમાં રોજિંદો વ્યવહાર કરે છે. આ શબ્દો છે પાલિતાણાની પી.એન. આર. શાહ મહિલા કોલેજનાં કાર્યકારી આચાર્ય પ્રા. ડૉ. પંકજ જી. ત્રિવેદીના. જેઓ તાજેતરમાં સંસ્કૃતના વિશ્વ કક્ષાના સંમેલનમાં પોતાના પરિવાર સાથે કાત્યાયની શક્તિપીઠ, છતરપુર, દિલ્હી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા.

દિલ્હીમાં વિશઅવ સંમેલન યોજાયું હતું

ધ્યેય વાક્ય સાથે કાર્યરત સંસ્કૃત ભારતી સંગઠન દ્વારા કાત્યાયની શક્તિપીઠ, છતરપુર, દિલ્હી ખાતે ગત.તા.9 થી 11 નવેમ્બર 2019 દરમિયાન વિશ્વ સંમેલન યોજાયું હતુ. જેમાં વિશ્વના 22 દેશોમાંથી 76 અને ભારતના 593 જિલ્લામાંથી 4,250 દાયિત્વવાન વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 200 સંસ્કૃત પરિવાર સમાવિષ્ટ હતાં. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 87 પ્રતિનિધિ અને 11 સંસ્કૃત પરિવાર હાજર રહ્યાં હતા. જેમાં ડો.પંકજ ઘનશ્યામભાઈ ત્રિવેદીના ધર્મપત્ની કવિતાબહેન, પુત્ર ઓમ અને પુત્રી શ્રેયાનો સમાવેશ થાય છે.

ડો.પંકજભાઇના પરિવારને સંસ્કૃત પરિવાર તરીકે સંબોધાય છે

પરિવારના તમામ સદસ્ય સંસ્કૃતમાં વાતચીતનુ કૌશલ્ય ધરાવતા હોય તે પરિવાર સંસ્કૃત પરિવાર કહેવાય છે. પાલિતાણામાં કોલેજમાં તેઓ નિ:શૂલ્ક વર્ગ ચલાવે છે. સવારે 10થી 12 સુધી વિદ્યાર્થીઓ સ્પોકન સંસ્કૃત શિખે છે.સૌરાષ્ટ્રની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ગોપબંધુ મિશ્રની સંસ્કૃત ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષપદ પર અને પાલિતાણા પી.એન. આર. શાહ મહિલા કોલેજનાં કાર્યકારી આચાર્ય પ્રા. ડૉ. પંકજ જી. ત્રિવેદીની સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.

ભાવનગરમાં ચાર સંસ્કૃત પરિવાર

ભાવનગર જિલ્લામાં ચાર પરિવાર એવા છે જેઓના આખા પરિવાર સંસ્કૃતમાં વાતચીત કરવાનું કૌશલ્ય ધરાવે છે. જેમાં ભાવનગરના પ્રવિણભાઇ રાજ્યગુરૂ, આશાબહેન માધક, માધવીબહેન ઉપાધ્યાય અને પંકજ જી. ત્રિવેદીના પરિવારનો સમાવેશ થાય છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close