રાજકોટના બે તબીબના પરિવારના સભ્યો છે સંક્રમિત છતા દર્દીઓની સેવામાં સમર્પિત, તબીબે કહ્યું- મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ મારી જરૂર અત્યારે સમાજ અને દેશને છે

રાજકોટમાં કોરોના મહમારીએ અજગર ભરડો લીધો છે. શહેરના દરેક વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે તબીબી જગત પણ તેનાથી પ્રભાવિત થયું છે. આ સમયે કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે કાર્યરત બે તબીબોની આજે આપણે વાત કરવી છે. જેમના પરિવારજનો કોરોના સંક્રમિત હોવા છતાં પણ તેઓ ફરજ પર કાર્યરત રહ્યા છે.

પરિવારમાં 5 સભ્યો કોરોનાગ્રસ્ત

ઘરમાં 3 બાળકો કઠીન પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અને વ્યક્તિ પર પરિવાર અને શહેરના લોકોને બચાવવાની ડોક્ટર તરીકેની બેવડી જવાબદારી હોય.આવા સમયે સમાજ પ્રત્યેની જવાબદારીને પ્રાથમીકતા આપીને સતત પોતાની ફરજ બજાવી રહેલા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના મેડીસિન વિભાગના નોડલ ઓફીસર ડો. રાહુલ ગંભીરની આ વાત છે. તેમના 73 વર્ષીય પિતા, 65 વર્ષીય માતા, 39 વર્ષીય પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્નિ હાલ કોરોનાગ્રસ્ત છે.

ઘરમાં 13 વર્ષનું એક બાળક અને 10 અને 5 વર્ષની બે નાની નાની બાળકીઓ છે

ડો. રાહુલ ગંભીર જણાવે છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ભોગ કોઈપણ વ્યક્તિના ઘર સભ્યો બને ત્યારે પરિસ્થિતિ ખરાબ અસહ્ય અને બની જાય છે. મારા પિતા, માતા, પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્નિ કોરોનાગ્રસ્ત બન્યા છે. અમારા ઘરમાં 13 વર્ષનું એક બાળક અને 10 અને 5 વર્ષની બે નાની નાની બાળકીઓ છે. મારી માતાને બીપી અને ફેફસાની બીમારી છે જ્યારે મારા પત્નીને કોઈ અન્ય કોઈ કો-મોરબીડિટીવાળી બીમારી નથી, પરંતુ તેમની તબિયત નાજુક છે. છેલ્લા પાંચેક દિવસ થી તે બંને સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.

હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ

વધુમાં ડો. ગંભીરે જણાવ્યું હતું કે, એક સમયે હું પોતે ઘરથી એટલા માટે દૂર રહેતો હતો કે ઘરના સભ્યોને કોરોના સંક્રમિત ન થાય અને આજે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઘરના સભ્યોથી એટલે દૂર રહું છું કે હું કોરોના સંક્રમિત ન થઈ જાઉં. મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ જરૂર અત્યારે સમાજને મારી છે, દેશને પણ મારી જરૂર છે. મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ!

ડો.ઇલ્યાસ કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની સેવાના કારણે તેઓ રોજા નથી રાખી શક્યા

હવે વાત કરીએ અન્ય ડોક્ટર ડો. ઇલ્યાસ જુનેજાની, જેઓ કેન્સર હોસ્પિટલના કોરોના કેર સેન્ટરના નોડલ ઓફિસર છે. હાલ મુસ્લીમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહયો છે, આ રમજાન માસમાં પ્રત્યેક મુસ્લીમ બિરાદરની જેમ દર વર્ષે ડો. ઇલ્યાસભાઇ રોજા રાખે. પરંતુ આ વર્ષના રમઝાન માસમાં કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની સેવાના કારણે તેઓ રોજા નથી રાખી શક્યા. પરંતુ અલ્લાહના દરબારમાં ડો. ઇલ્યાસના રોજા એડવાન્સમાં કબૂલ થઇ ચુકયા છે. કેમકે, તેમના પિતાજી રાજકોટની પી.ડી.યુ. હોસ્પીટલમાં કોરોનાની સારવાર મેળવી રહયા છે, અને એક પાક મુસ્લિમ તરીકે કોરોનાના અન્ય દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા ડો. ઇલ્યાસ ફોન પર પિતાજીની તબિયતની ખબર પુછીને પોતાની ફરજો સંપૂર્ણ સમર્પિતભાવે અદા કરી રહયા છે. એક ખરા બંદાની આવી નેક અને મૂક સેવા અલ્લાહના દરબારમાં જરૂર કબૂલ થતી જ હોય છે. આમ સલામ છે આવા તબીબીઓની હિંમતને, તેમની કર્તવ્ય પરાયણતાને, કોરોનાની લડાઈમાં રોજે-રોજ બાર-બાર કલાક સુધી કરતા તબીબમાં રાષ્ટ્રસેવાના સંતોષનો હરખ નજરે પડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો