પ્રેમ પ્રકરણમાં હત્યાની સનસનીખેજ ઘટના: યુવતીના પરિવારે પ્રેમીને માર મારીને પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો, હોસ્પિટલમાં મોત બાદ લોકોએ પ્રેમિકાના ઘરની સામે જ ચિતા સળગાવી

બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થયા બાદ ખૂબ જ ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રેમિકાના ઘરની સામે જ પ્રેમીની ચિતા પ્રગટાવી અંતિમ સંસ્કાર કર્યાં હતા. અંતિમ સંસ્કાર સમયે પણ ભારે વિવાદ થયો હતો. પોસ્ટમોર્ટમ બાદ પ્રેમીના મૃતદેહને ઘરે પહોંચાડ્યા બાદ લોકો છોકરીના ઘરની સામે જ પહોંચી ગયા હતા. લોકોની ભીડે છોકરીના ઘરની સામે ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યાં હતા. કેટલાક લોકો આરોપિઓના ઘરની ઉપર ચડી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભારે વિવાદ બાદ છોકરીના પરિવારે પોતાના ઘરના દરવાજા બંધ કરી નાંખ્યા હતા. જ્યારે વિવાદ વધ્યો તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. જોકે ત્યા સુધીમાં લોકો પ્રેમીકાના ઘરની સામે યુવકના અંતિમ સંસ્કાર કરી ચુક્યા હતા.

હોસ્પિટલ પહોંચી ભાગી ગયા આરોપી
મૃતકની ઓળખ 22 વર્ષના સૌરભ કુમાર તરીકે થઈ છે. તે શુક્રવારે રાત્રે સોનબરસા ગામમાં રહેતી તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. તે સમયે છોકરીના પરિવારે તેને પકડી લીધો હતો. આરોપીઓએ લોખંડના સળિયાથી તેને માર માર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટને પણ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પીડિતના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.

ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રેમીકાના ઘરે જઈ ભારે તોડફોડ કરી
યુવકના મોતથી ગુસ્સે ભરાયેલી ભીડે આરોપીના ઘરે જઈ ભારે તોડફોડ કરી હતી. પોલીસે લોકોને શાંત કર્યાં હતા અને પ્રેમીકાના ઘરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો