લ્યો બોલો, PMએ ઉદ્ધાટન કર્યાના 24 કલાકમાં જ સિલિંગ પડી ગઈ, મુખ્ય અધિક્ષકે કર્યો લુલો બચાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.15 જુલાઈના રોજ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે રૂ.1583 કરોડની 284 નાની મોટી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પૈકી એક વારણસીમાં BHUમાં રૂ.45 કરોડના ખર્ચે તૈયાર થયેલા MCH વિંગમાં આવેલા માતૃ-શિશુ કેન્દ્રનું ઉદ્ધાઘટ કર્યું હતું. આ ઉદ્ધાટન થયાના 24 કલાકમાં જ MCH વિંગના એક ભાગમાં ફિલ્સ સિલિંગ પડી ગઈ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે, હોસ્પિટલ તંત્ર એવો દાવો કરે છે કે, આ ભાગમાં જે કામ બાકી રહી ગયું હતું એ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. એ દરમિયન સિલિંગ પડી હતી. બનારસ હિન્દુ યનિવર્સિટીની હોસ્પિટલમાં MCH વિંગમાં કેન્દ્રના રૂ.45 કરોડના ખર્ચે નવું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આનું ઉદ્ધાટન કર્યું હતું. એટલું જ નહીં અહીં રહેલા તબીબો સાથે પણ ત્રીજી વેવને લીઈને ચર્ચા વિચારણા કરી. એક જાગૃતિ કાર્યક્રમમાં પણ ભાગ લીધો. વડાપ્રધાનનો કાર્યક્રમ જે હોલમાં યોજાયો હતો એ જ ઈમારતના ઓપીડી સેક્સનની સિલિંગ પડી હતી. આ ઘટના સામે આવતા ત્યાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો. જેના ફોટા સામે આવતા સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થવા લાગ્યા હતા.

ટ્વીટર યુઝર મોહનલાલને કહ્યું કે, ગુરૂવારે જે MCH વિંગનું વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું શુક્રવારે એની છત પડી ગઈ. સારૂ છે કે, કોઈ આસપાસ ન હતું. અન્યથા મોટી દુર્ઘટના બની શકે એમ હતી.


આનંદ મોહન નામના યુઝરે એવું લખ્યું કે,
રૂદ્રાક્ષ કન્વેંશન સેન્ટર અને ગોદૌલિયા મલ્ટિ લેવલ પાર્કિંગ પર સેલ્ફિ લેનારાઓ માટે વિશેષ સુચના. BHUમાં ગુરૂવારે જે MCH વિંગનું વડાપ્રધાન મોદીએ ઉદ્ધાટન કર્યું શુક્રવારે એની છત પડી ગઈ. મોટી દુર્ઘટના ટળી. સતર્ક રહે સુરક્ષિત રહે.

રાજેશ મનવાટકર નામના એક યુઝરે ડીડી ન્યુઝના સમાચાર પર કોમેન્ટ કરી સ્થાનિક અખબારનું કટિંગ પોસ્ટ કર્યું છે.

વિજય કુમાર ટંડન નામના યુઝરે એવું કહ્યું કે, મોદીજી બનારસની મુલાકાતમાં શિલાન્યાસ કરી રહ્યા હતા BHUના MCH બિલ્ડિંગની ફોલિસ સિલિંગ પડી. મોદીજી આ જગ્યા પર આવવાના હતા એ પહેલાના એક દિવસ પર સિલિંગ પડી હોત તો BHUના ભ્રષ્ટ દલાલો તથા અધિકારીઓનો પર્દાફાશ થઈ જાત.

હોસ્પિટલ તંત્રએ એવું કહ્યું કે, જે વિષય પર વાત કરવામાં આવે છે એ કોઈ ઘટના કે દુર્ઘટના નથી. પ્રો. કે.કે. ગુપ્તાએ કહ્યું કે, ત્યાં બાકી રહેલું કામ પૂર્ણ કરવાંમાં આવી રહ્યું હતું. એ દરમિયાન સિલિંગ પડી ગઈ હતી. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન SPG, CCTVની મંજૂરી નથી આપતી. તેથી ઓપીડી એરિયામાંથી CCTVના વાયર કટ કરી દેવામાં આવ્યા. બાકીનું કામ પૂરુ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય એસીના આઉટર અને ફોનના વાયરને પણ સિલિંગ હટાવી પૂરા કરવામાં આવી રહ્યા છે. આ વિંગમાં સોમવારથી ઓપીડીની શરૂઆત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો