મહારાષ્ટ્રમાં એક જ રાતમાં બદલાઈ ગયું ગણિત, બીજેપીએ અજિત પવાર સાથે બનાવી સરકાર, ફડણવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે ઉપ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ…

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તા માટેની ખેંચતાણ વચ્ચે આખરે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા છે. એનસીપીનાં અજિત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધા છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, “મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો. અમારી સાથે લડેલી શિવસેનાએ તે જનાદેશને નકારી બીજી જગ્યાએ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો. મહારાષ્ટ્રમાં સ્થિર શાસન આપવાની જરૂરિયાત હતી. મહારાષ્ટ્રને સ્થાયી સરકાર આપવાનો નિર્ણય કરવા માટે અજીત પવારનો ધન્યવાદ.”

અજિત પવારે કહ્યું કે, “પરિણામનાં દિવસથી લઇને આજ સુધી કોઈ પણ સરકાર બનાવવા માટે સક્ષમ નહોતુ, મહારાષ્ટ્ર ખેડૂતો સહિત અનેક મુદ્દાઓનો સામનો કરી રહ્યું હતુ. આ કારણે એક સ્થિર સરકાર બનાવવાનો નિર્ણય લીધો.”

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસને ફરીવાર મહારાષ્ટ્રનાં સીએમ બનવા પર અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસ જી અને અજિત પવાર જીને ક્રમશ: મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પદનાં શપથ લેવા પર અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રનાં ઉજ્જવળ ભવિષ્યને લઇને લગનથી કામ કરશે.’

અમિત શાહે પણ ટ્વિટ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે, ‘મને વિશ્વાસ છે કે આ સરકાર મહારાષ્ટરનાં વિકાસ અને કલ્યાણ પ્રત્યે નિરંતર કટિબદ્ધ રહેશે અને પ્રદેશમાં પ્રગતિનાં નવા માપદંડ સ્થાપિત કરશે.’

ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપીની બેઠકમાં મુખ્યમંત્રીનાં નામ પર કોઈ અંતિમ નિર્ણય નહોતો લેવામાં આવ્યો. જો કે શિવસેનાનાં વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતુ કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. આ પહેલા ત્રણેય પાર્ટીઓની બેઠકથી નીકળ્યા બાદ શરદ પવારે કહ્યું હતુ કે, “જ્યાં સુધી મુખ્યમંત્રી બનવાની વાત છે, તેના પર કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેએ જ સરકારને લડવાને લીડ કરવી જોઇએ, પરંતુ શનિવાર સવારે મહારાષ્ટ્રની રાજનીતિની તસવીર બદલાઈ ગઈ.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઑક્ટોબરનાં ચૂંટણી થઈ હતી અને પરિણામ 24 ઑક્ટબરનાં આવ્યા હતા. રાજ્યમાં કોઈ પાર્ટી અથવા ગઠબંધને સરકાર બનાવવાનો દાવો ના કર્યો હોવાના કારણે રાજ્યમાં 12 નવેમ્બરનાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતુ. શિવસેનાનાં મુખ્યમંત્રી પદની માંગને લઇને બીજેપીથી 30 વર્ષ જૂનું ગઠબંધન તોડી દીધું અને ત્યારબાદ રાજકીય સંકટ ઉભું થયું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો