યુવતીઓ ગમે તેને સોશિયલ મીડિયામાં અંગત ફોટોગ્રાફ શેર કરતા પહેલા ચેતજો, વાંચો સુરતની પરિણીતાનો આંખ ઉઘાડનારો કિસ્સો

ગોડાદરા ખાતે રહેતી રાજસ્થાની પરિણીતાને હમવતની પ્રેમીએ બ્લેકમેલ કરી 15 હજાર પડાવી લીધા હતા, ત્યારબાદ વધુ રૂપિયાની માંગ કરી અંગત ફોટો તથા વીડિયો પતિ-સંબંધીઓને મોકલવાની પણ ધમકી અપાતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે કડોદરા ખાતે રહેતા રાજુરામ ચૌધરીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગોડાદરા ખાતે રહેતા ૨૮ વર્ષીય પ્રિયાબેન (નામ બદલ્યું છે) મૂળ રાજસ્થાનના વતની છે. પતિ માર્કેટમાં જોબ કરે છે. સંતાનમાં ૧ પુત્ર તથા ૧ પુત્રી છે. દરમિયાન પ્રિયાબેનને અગાઉ સોસાયટીમાં જ રહેતા અને હાલ કડોદરા, અંત્રોલી ખાતે રાધાક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા રાજુરામ અન્નારામજી ચૌધરી (૨૯) સાથે અફેર થઇ ગયું હતું.

બંને વચ્ચે મિત્રતા બાદ સોશિયલ મીડિયામાં ચેટિંગ બાદ પર્સનલ ફોટોગ્રાફની આપ-લે થઇ હતી અને આ રીતે તેઓ વચ્ચે પ્રેમના અંકૂર ફૂટયા હતા. વોટસ્એપ પર નિયમિત ચેટિંગ કરવા સાથે વીડિયો કોલિંગથી પણ તેઓ વાતચીત કરતા હતા.

ત્યારબાદ રાજુરામ કડોદરા રહેવા ચાલ્યો ગયો હતો. થોડાં સમય બાદ રાજુરામે પ્રિયા પાસે ભાણેજની બીમારીની સારવાર માટે ૧૦ હજાર માંગ્યા હતા. પ્રિયાએે ૫ હજાર તેને આપ્યા હતા, ત્યારબાદ વધુ રૂપિયા ૧૦ હજાર માંગતા પ્રિયાએે સંબંધી મારફતે રાજુરામના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા.

આ રીતે ૧૫ હજાર પડાવી લીધા બાદ વધુ રૂપિયાની માંગણી કરી બ્લેકમેલિંગ શરૂ કર્યુ હતું. પ્રિયાબેને પૈસા આપવાનો ઇન્કાર કર્યો તો તેને ફોટોગ્રાફ્સ અને વીડિયો પતિ તથા સંબંધીઓને મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી. બ્લેકમેલિંગથી કંટાળી પ્રિયાબેને પતિને વાત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે ગુનો નોંધી રાજુરામ ચૌધરીની ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો