સુરતમાં માથાભારે અલ્તાફ અને વિપૂલ આણી મંડળીનો આતંક, કપચીના વેપારીને બંધક બનાવી ઢોર માર મારવા સાથે 15 લાખની ખંડણી માંગતા ચકચાર

સુરતના વરાછાના (varacha) માથાભારે અલ્તાફ પટેલ , વિપુલ ગાજીપરા આણી મંડળીએ ગોરાટ રોડના રેતી – કપચીના વેપારીને બંધક બનાવી ઢોર માર મારવા સાથે 15 લાખની ખંડણી (Extortion) માંગતા ચકચાર મચી ગઇ હતી જોકે આ વેપારી એ આ માથા ફરિયા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આ ઈસમો વિરુદ્ધ ગુઓ દાખલ કરી વધુ તપ સશરૂ કરી છે જોકે આ ઈસ્માઓ મથી અલ્તાફ પોલીસ પર હુમલો કેરેટ પોલીસે આ ઇમ પર ભુટકળ માં ફાયરિગ પર કરિયું છે

સુરતના ન્યુ રાંદેર ગોરાટ રોડ પર ટ્વીન હાઇટ્સમાં રહેતા શાહીદ શબ્બીર ગોહીલ રેતી – કપચીના વેપારી છે . છ માસ પહેલાં રાંદેરમાં અહમદ બેગવાલા સાથે તેમનો ઝઘડો થયો હતો અને બેગવાલાએ તેમણે ચપ્પ મારી દીધું હતું જે અંગે રાંદેર પોલીસમાં શાહીદ ગોહિલે ફરિયાદ પણ નોંધાવી હતી . દરમિયાન આ વિવાદ વચ્ચે અચાનક એક વખત વરાછાના માથાભારે અલતાફ પટેલે શાહીદ ગોડીલને કોલ કરી તમારા પર હુમલો થયો છે તમે પોલીસ કેસ કર્યો છે , કંઇ કામ હોય તો કહેજો એમ વાત કરી કટ્ટ કરી દીધો હતો.

અલતાફ પટેલના કોલ બાદ અચંબામાં મુકાયેલા શાહીદ ગોડિલે બાદમાં તપાસ કરતા અહમદ બેગવાલાએ અલતાફને વચ્ચે પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ . ત્યારબાદ અલતાફે થોડાં દિવસો પહેલાં કોલ કરી શાહીદ ગોહિલને વરાછા સ્થિત પોતાની જગ્યા પર મળવા બોલાવ્યા હતા.

અહીં અલતાફ પટેલ ઉપરાંત વિપુલ ગાજીપરા તથા તેના પાંચેક પંટરો પણ ત્યાં હાજર હતા . અહીં અલતાફ અને વિપુલ વેપારીને ડરાવી – ધમકાવી રાંદેરમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યુ હતુ.

ત્યારબાદ વેપારીગોહિલને બંધક બનાવી લાકડાના ફટકા સળિયાથી બેફામ ફટકારાયા હતા . ત્યારબાદ 10-15 લાખની ખંડણી પણ માંગી હતી. અલતાફ અને વિપુલે જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

આ મામલે ગતરોજ શાહીદ ગોહિલે આ મામલે વરાછા પોલીસ મથકે પહોંચી આ માથા ફરેલા બે ઈસઓ વિરુદ્ધ ફરિયાદ આપતા વરાછા પોલીસે વિપુલ ગાજીપરા અલતાફ પટેલ સહિત સાત સામે ખંડણી , મારામારી , હુલ્લડ , ધાક – ધમકીનો ગુનો નોંધ્યો હતો . વરાછા પ્લેટફોર્મ નંબર 4 પર પડ્યો પાથર્યો રહેતા અલતાફ પટેલ સામે અનેક ગુના નોંધાઇ ચૂક્યા છે . નવસારીમાં પોલીસની ગાડીને ઉડાવી દેવાનો તેને પ્રયાસ કર્યો હતો અને બચાવમાં પોલીસે ફાયરિંગ પણ કર્યુ હતુ જોકે આ ગેંગ સુરત માં પોતાનું માથું ઉંચકી રહી છે ત્યારે પોલીસે આ ગૅંગ વિરુદ્ધ ગુસ્કિટોક વિરુદ્ધ ગુનો દાખલ કરી પગલાં લેવાની જરૂર છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો