આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના અતિરેકથી ચામડીના હેલ્ધી બેક્ટેરિયા મરી જતા હોવાથી સાબુથી જ હાથ ધોવા નિષ્ણાતોની સલાહ
આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરથી કોરોનાના વાઈરસ સામે રક્ષણ મળે છે તે વાત સાચી. પરંતુ, આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરના અતિરેકથી હાથમાં ડ્રાયનેસ, ખંજવાળ, ખરજવું અને ચામડીનાં હેલ્ધી બેક્ટેરિયાનો નાશ થાય છે. સિવિલના ચામડી વિભાગમાં સેનિટાઇઝરના અતિરેકથી ચામડીના રોગોમાં 20 ટકાનો વધારો થયો છે. શક્ય હોય ત્યાં સુધી સેનિટાઇઝરને બદલે સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સાબુ-પાણીથી પણ હાથ ધોઈ શકાય
સિવિલ હોસ્પિટલના ચામડી વિભાગના વડા ડો. બેલા શાહ જણાવે છે કે, કોરોનાના ડરને લીધે હાથને સ્વચ્છ રાખવા લોકોમાં સેનિટાઇઝરનો ઉપયોગ વધ્યો છે. પરંતુ, વારંવાર સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરવાને બદલે સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ રાખવા વધુ હિતાવહ છે. ઘરમાં હોવ ત્યારે સાબુ અને પાણીથી હાથ સ્વચ્છ કરવા અને ઘરની બહાર જઇએ ત્યારે જ્યાં સાબુ-પાણીની વ્યવસ્થા ન હોય તો સેનિટાઇઝરનો ઉપયોગ કરી શકાય અને સાઇડ ઇફેક્ટથી બચવા માટે સેનિટાઇઝર લગાવ્યા પછી મોઈશ્ચરાઈઝર લગાવવું જોઇએ.
આલ્કોહોલ ચામડી સૂકી બનાવે છે
કિડની હોસ્પિટલના ડાયરેકટર ડો. વિનીત મિશ્રા જણાવે છે કે, સેનિટાઇઝરનું આલ્કોહોલ ચામડીમાં શોષાઇને ચામડીને સૂકી બનાવે છે, જેથી સેનેટાઇઝર કરતાં સાબુ-પાણીથી પણ હાથને સ્વચ્છ કરવાથી વાઈરસ સામે રક્ષણ મળે છે.
બાળકોને સેનિટાઈઝરથી દૂર રાખો
સેનિટાઇઝરવાળા હાથ હોઠ પર અડવાથી કે સેનિટાઇઝર ભૂલથી મોઢામાં જવાથી આલ્કોહોલ પોઇઝનિંગ થઇ શકે છે, બાળકોને સેનિટાઇઝરથી દૂર રાખવા જોઇએ. સેનિટાઇઝર કરતાં સાબુ-પાણી હાથ ધોવા બહેતર છે. સેનિટાઇઝરમાં રહેલા એન્ટી-બેકટેરિયલ તત્વોથી એન્ટીબાયોટીક પ્રતિરોધક બેકટેરિયા પેદા થાય છે. – ડો. પ્રવિણ ગર્ગ, એમ.ડી. ફિઝિશિયન
હાથની ચામડી છોલાઈ જાય છે
સેનિટાઇઝરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી નુકસાન એ થાય છે કે, હાથની ચામડી છોલાઇ જાય છે. ઘરના કારણે જરૂર કરતાં વધુ પ્રમાણમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી મગજ ઉપર અસર પડે છે. – ડો. સાર્થક ગાંધી, મનોચિકિત્સક
નશાના બંધાણી માટે મોટો ખતરો
દારૂની લતે ચઢેલા લોકો સેનિટાઇઝર પીતા હોઈ ગંભીર બીમારીમાં સપડાય છે. જેના કારણે તેઓ મોતના મુખમાં સપડાય છે. ઘણા બધા કિસ્સામાં દારૂની લત ધરાવતા લોકો સેનિટાઇઝર પીતા હોય છે. આ લતથી ઘણી બધી શારીરિક તકલીફ થવાનું જોખમ રહેલું છે. – ડો. પ્રશાંત ભીમાણી, સિનિયર સાઈકોલોજિસ્ટ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

