શું તમને કાનમાં સખત દુખાવો થાય છે તો કરો આ ઘરગથ્થુ ઉપાય, અચૂક મળશે રાહત

કાનમાં ઇજા થવાથી, કાનમાં ગંદકી એકઠી થવાથી અને ધૂળ-માટી જવાના કારણે કાનમાં ફૂગ થઇ જાય છે. જે ધીમે-ધીમે ઇન્ફેક્શનનું કારણ બને છે. તેનાથી માથાનો દુખાવો, બેચેની અને કાનમાં (Ear pain)અતિશય દુખાવો થવા લાગે છે. તે સિવાય જે લોકોને વધારે શરદીની (Cold Cough)ફરિયાદ રહે છે તે લોકોને પણ કાનમાં દુખાવો થવાની સમસ્યા રહે છે. કેટલીક વખત રાતના સમયે આ દુખાવો થાય છે. જેને સહન કરવો મુશ્કેલ થઇ જાય છે. જેથી આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય (Home remedy) જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમને દુખાવામાં રાહત મળી શકે છે.

સરસિયાનું તેલ

કાનની અંદર સરસોનું તેલ નાખવાથી સારું રહે છે. તેલ થોડૂક ગરમ કરી લો. ત્યાર પછી તેને કાનમાં ઉમેરવાથી તમને લાભ થશે અને કાનના દુખાવવામાં પણ રાહત મળશે.

ગરમ પાણી

એક સ્વચ્છ ટુવાલ લો અને તેને ગરમ પાણીમાં પલાળીને તેને કાનના તે ભાગ પર રાખો જ્યાં તમને દુખાવો થઇ રહ્યો છે. આ ઉપાય કરવાથી તમને કાનના દુખાવાથી છૂટકારો મળી શકે છે.

તુલસીનો રસ

તુલસીના (Basil)તાજા પાનમાંથી નીકાળવામાં આવેલો કાનમાં નાખવાથી કાનમાં થતો દુખાવો ઓછો થાય છે.

લસણ

લસણમાં (Garlic)એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. જે સંક્રમણથી બચાવ કરવામાં મદદરૂપ થાય છે. સરસિયામાં 1-2 લસણની કળી ઉમેરીને તેને આછી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ગરમ કરો. ત્યાર પછી તે નવશેકુ થાય એટલે તેનું એક ટીંપુ કાનમાં ઉમેરો.

મીઠાનો શેક

ચાર-પાંચ ચમચી મીઠાને ત્યાં સુધી શેકી લો જ્યાં સુધી તે ભૂરા રંગનું ન થઇ જાય. હવે આ ગરમ કરેલા મીઠાને એક સ્વચ્છ કપડામાં લઇને બરાબર લપેટી લો અને તેને કાનમાં જે જગ્યા પર દુખાવો થઇ રહ્યો છે તે જગ્યા પર 2-5 મિનિટ સુધી રાખો. આમ મીઠાનો શેક કરવાથી સોજા અને દુખાવામાં આરામ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો