જે પરીક્ષા માટે જીવ ગુમાવ્યો, પેપર લીક થવાથી એ જ કેન્સલ થઈ ગઈ : બિહારમાં તાવ સાથે પરીક્ષા આપનાર ધો. 10ના વિદ્યાર્થીનું તબિયત લથડતા મોત

મેટ્રિકનો હોનહાર વિદ્યાર્થી રોહિત (16) પરીક્ષા આપતી વખતે મોતથી હારી ગયો. તે ભણીગણીને કંઈક બનવા માગતો હતો. તેથી ભારે તાવ હોવા છતાં પરીક્ષા આપવા ગયો. રસ્તામાં એકવાર બેહોશ પણ થઈ ગયો, આમ છતાં અટક્યો નહીં કે ક્યાંક વર્ષ બરબાદ થઈ ન જાય.

રોહિત બિહારશરીફની આદર્શ હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. તેની તબિયત સારી ન હોવાથી પરીક્ષામાં બેસવા દેવાતો નહોતો પરીક્ષા કેન્દ્રથી જિલ્લા નિયંત્રણ કક્ષને પણ આ અંગે જાણકારી આપવામાં આવી. ત્યાંથી પછી રોહિતના પરિવારને જાણ કરવામાં આવી. જેના પછી તેની માતા પરીક્ષા સેન્ટર પર આવી અને વિનંતી કરવા લાગી કે પુત્રની ખૂબ ઈચ્છા છે, આથીતેને પરીક્ષા આપવા દેવામાં આવે.

પેપર દરમિયાન જ તેની તબિયત વધુ લથડી. તેને તરત હોસ્પિટલે લઈ જવાયો. માતા પણ સાથે ગઈ. હોસ્પિટલમાં માતાની સામે જ પુત્રએ છેલ્લા શ્વાસ લીધા. ડોક્ટર તેને બચાવી ન શક્યા. ડોક્ટરે કહ્યું કે રોહિત અસ્થમાનો પેશન્ટ હતો. તેને તાવ હતો બીજું કંઈ નહોતું.

પુત્રના મોતથી માતાની હાલત ખરાબ થઈ ગઈ. પુત્રનું માથું ખોળામાં લઈને બેસી રહી. લાશ રિક્ષામાં રાખીને ઘરે લઈ ગઈ. તેલ્હાડાના રાડિલ ગામમાં રહેતો રોહિત મેટ્રિક પરીક્ષા માટે દોસ્તોની સાથે બિહારશરીફ પહોંચ્યો હતો.

પરિવારે કહ્યું કે ગુરૂવાર રાતથી જ રોહિતની તબિયત બગડી હતી. શુક્રવારે જ્યારે તે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, ત્યારે પણ રસ્તામાં તે બેહોશ થઈ ગયો હતો. મિત્રોએ જ્યારે હોસ્પિટલ લઈ જવાની વાત કરી તો તેણે ના પાડી અને પરીક્ષા આપવા જતો રહ્યો. રોહિતનો એક મોટો ભાઈ અને એક બહેન છે. મોટો ભાઈ રાહુલ દિલ્હીમાં પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે.

જે પરીક્ષા માટે જીવ ગુમાવ્યો, પેપર લીક થવાથી એ જ કેન્સલ થઈ ગઈ
રોહિત તાવમાં જે પેપર આપવા આવ્યો, તેને શુક્રવારે સાંજે બિહાર બોર્ડે કેન્સલ કરી દીધું હતું. બિહાર બોર્ડે એક્ઝામ શરૂ થઈ ત્યાં સુધી તેના વિશે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. પ્રથમ પાળીમાં જ રોહિત પરીક્ષા આપવા ગયો હતો અને મોડી રાતે આ જ પરીક્ષા કેન્સલ કરી દેવાઈ હતી. જમુઈની SBI શાખાના સ્ટ્રોંગરૂમમાંથઈ ગુરૂવારે રાતે જ પેપર લીક થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો