ગરીબો હટાવોઃ મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને AMCની નોટિસ, 7 દિવસમાં જગ્યા ખાલી કરો

AMCએ સોમવારે મોટેરા ગામથી વિસત હાઈ વે આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી છે. આ નોટિસમાં તેમને 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લગભગ 200 લોકોએ દાવો કર્યો છે કે ‘નમસ્તે ટ્રમ્પ’ ઈવેન્ટ માટે તેમને જગ્યા ખાલી કરવા માટે કહેવાયું છે. તેઓ લગભગ 20 વર્ષથી અહીં રહે છે. જોકે AMCના અધિકારીઓનું કહેવું છે કે આ નોટિસને ટ્રમ્પના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી. નોટિસ મુજબ, કોઈપણ અપીલ મામલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને બુધવાર સુધીમાં વિભાગનો સંપર્ક કરવા માટે કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે.

મોટેરા સ્ટેડિયમના રસ્તાથી 1.5 કિલોમીટરના અંતરમાં રહેતા 45 પરિવારને નોટિસ

છેલ્લા 22 વર્ષથી અહીં રહેતા 35 વર્ષીય સ્થાનિકે મીડિયાને કહ્યું કે, નોટિસ આપવા માટે આવેલા AMCના અધિકારીઓએ અમને જલ્દીથી જલ્દી જગ્યા ખાલી કરવા માટે કહ્યું છે. અન્ય એકસ્થાનિક અનુસાર, આ તમામ લોકો મજૂરો છે. મોટેરા સ્ટેડિયમના રસ્તાથી લગભગ 1.5 કિલોમીટરના અંતરમાં રહેતા 65 પરિવારમાંથી 45 પરિવારને AMCના એસ્ટેટ એન્ડ ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે નોટિસ આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારેલી નોટિસ

શું લખ્યું છે નોટિસમાં

AMCએ પાઠવેલી નોટિસમાં કહ્યું છે કે આ દબાણ કરેલી જગ્યા AMC અંતર્ગત આવે છે અને તે એક ટાઉન પ્લાનિંગનો ભાગ છે. ઝૂંપડપટ્ટીવાળા લોકોને સાત દિવસની અંદર પોતાનો સામાન હટાવવા માટે કહેવાયું છે. કોઈપણ અપીલ મામલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને બુધવાર સુધીમાં વિભાગનો સંપર્ક કરવા માટે કહેવાયું છે.

મોટેરાની આસપાસના લારી-ગલ્લા પણ રવિવારથી 3 દિવસ બંધ રાખવા આદેશ

ટ્રમ્પના કાર્યક્રમને લીધે મોટેરા સ્ટેડિયમની આસપાસના લારી-ગલ્લાને રવિવારથી ત્રણ દિવસ બંધ રાખવાની સૂચના અપાઈ છે. આનાથી રોજ કમાઈને રોજ ખાનારા મુશ્કેલીમાં મુકાયા છે.

સરણિયાવાસની દીવાલના વિરોધમાં કેરળની યુવતી ઉપવાસ પર બેઠી

અમેરિકી પ્રમુખના રોડ-શોના રૂટ પર ઈન્દિરા બ્રિજ નજીકની સરણિયાવાસ ઝૂંપડપટ્ટી ઢાંકવા 600 મીટરની દીવાલ બનાવાઈ છે. જો કે આના વિરોધમાં કેરળથી આવેલી અશ્વિની જ્વાલા નામની એક યુવતી બે દિવસથી ઉપવાસ પર બેઠી છે. સ્થાનિકોએ યુવતી જે જગ્યાએ ઉપવાસ પર બેઠી છે ત્યાં કપડું ઢાંકીને હંગામી ધોરણે એક શેડ બનાવી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો