અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદના ડોક્ટર જગદીશ પટેલ કોરોના શરીરમાં પ્રવેશે તો પણ ચેપ સામે કવચ આપતા ડ્રગ્સ પર કરી રહ્યા છે સંશોધન

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ફેલાવાના રોકવા માટે પ્રયાસરત છે, ત્યારે મૂળ અમદાવાદના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા ડોક્ટર જગદીશ પટેલ એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે, માનવ શરીરના અવયવોની સપાટી પરના કોષોની આસપાસ એક એવું સંરક્ષણાત્મક કવચ બનાવવું કે જેથી કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશ્યો હોવા છતાં, તે શરીરના અવયવોની અંદર પ્રવેશી શકે નહીં.

કોરોના વાઇરસના સ્પાઇક એ શરીરના અવયવોની સપાટી પરના કોષ સાથે સંપર્કમાં આવે છે અને અવયવોમાં પ્રવેશે છે. જેના લીધે, તે મોટા પ્રમાણમાં ફેલાઈને આ અવયવોને નુકસાન પહોંચાડે છે. આ સંજોગોમાં અમેરિકાની ઈડાહોએ યુનિવર્સિટીએ નક્કી કર્યું છે કે, માનવ શરીરના અવયવોની સપાટી પરના કોષને જ સંરક્ષિત કરવા. ડો. પટેલના મતે, એચઆઈવીની દવાના સંશોધન સમયે, તેમને માનવશરીરના અવયવોના સપાટી પરના કોષને જ સંરક્ષિત બનાવવાનો વિચાર આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોના વાઇરસ એ માનવ શરીરના અવયવો જેવા કે ફેફસાં, કિડની, હૃદય, આંતરડા, ધમનીની સપાટી પર રહેલા કોષ સાથે સંપર્કમાં આવીને તેના પર હુમલો કરે છે. ત્યારે, સંશોધકોનો પ્રયાસ એ છે કે, આ અવયવોની સપાટી પર રહેલા કોષની ફરતે એક સુરક્ષિત સ્તર( ACE-૨ રિસેપ્ટર) બનાવવું. આ માટેની જે પણ દવા હશે તે ભવિષ્યમાં કોઈપણ વાઇરસથી ફેલાતી મહામારીમાં ACE-૨ના ઉપયોગથી લાભદાયી બનશે. સંશોધકોનો મૂળ પ્રયાસ એ છે કે, વાઇરસ દ્વારા માનવ કોષને નાશ કરવાની જે પ્રક્રિયા છે, તેને જ રોકી દેવી.

ડો. જગદીશ પટેલ એ અમેરિકાની ઈડાહો યુનિવર્સિટીમાં રિસર્ચર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. તેમને ઈબોલા સામેની દવાના સંશોધનમાં પણ કામ કર્યું છે. અમેરિકાની આ યુનિવર્સિટીને સંશોધન માટે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન ઈઁજીર્ઝ્રિ એ એક લાખ ડોલર આપ્યા છે.

  • શરીરના રોગપ્રતિકારક તંત્રની ક્ષમતા વધારવા પ્રયાસ
  • સંશોધકો ACE-૨ રિસેપ્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે કોરોના વાઇરસ અને ચેપી રોગના પ્રવેશને રોકવાનું કામ કરશે
  • માનવ અવયવોના સપાટી પરના કોષ ફરતી ACE-૨ની ઢાલ બનાવાશે
  • ACE-૨એ શરીરના રોગપ્રતિકારક તંત્રને સુરક્ષિત કરશે, કોરોના વાઇરસથી બચાવશે
  • ભૂતકાળમાં આ પદ્ધતિથી એઇડ્ઝના રોગની સારવાર કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો