અમદાવાદમાં એજ્યુકેટેડ બે સગા ભાઈએ દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો, અંગ્રેજી દારૂનું કારખાનું ઝડપાતા ચકચાર
૩૧મી ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ બુટલેગરો અને દારૂ પીવા ઉપર જવાય બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે. ત્યારે આજે અલિસબ્રિજ વિસ્તારમાંથી એક અંગ્રેજી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા હાહાકાર મચી ગયો છે.
અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શ્રેયસ ક્રોસિંગ પાસે આવેલ કમલા એપાર્ટમેન્ટમાં દરોડા પાડયા હતા. જ્યાંથી પોલીસ અલગ-અલગ બ્રાન્ડની બનાવટી દારૂની 152 બોટલો, 235 ખાલી બોટલો, 60 નંગ બુચ અને અલગ અલગ બ્રાન્ડ ના ટેકરો 150 નાં એમ કુલ ૧ લાખ ૮૯ હજાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઘટના સ્થળેથી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. હિતેન્દ્ર ઉર્ફે બંટી મહેન્દ્રભાઈ જૈન અને જીતેન્દ્ર ઉર્ફે ટીનો મહેન્દ્રભાઈ જૈન આ બંને આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓ કેટલા સમયથી અને કોને કોને આ દારૂનું વેચાણ કરતા હતા તે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરી છે. તમને જણાવી દઈએ કે, હિતેન્દ્રએ એમબીએ કર્યું છે અને બીજાએ ગ્રેજ્યુએશન કર્યું છે. આ આરોપીઓના પિતા પણ આજ કામ કરતા હતા, અગાઉ તેના પિતા પર પણ એક કેસ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના કપરા કાળને કારણે આ વખતે શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી નહીં થાય પરંતુ કોઈપણ જગ્યાએ ખાનગી રહે પણ દારૂનું વેચાણ કે પછી અન્ય કોઈ મેહફીલ થઇ રહી હોવાની જાણ થાય કે તરત જ પોલીસ સખત કાર્યવાહી કરશે. અને તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ખાસ પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કરવા માટે પણ આદેશ કર્યા છે. અલગ-અલગ એજન્સીઓ પણ આપણો એડમિશન ડ્રાઈવમાં કામગીરી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

