સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે વધુ એક મજેદાર સુવિધા શરૂ થશે, હવે એન્જિન બોટ શરૂ કરાશે જેમાં 150 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે

કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સુધી ૧૫૦ કરતા વધારે પ્રવાસીઓ એક સાથે જળ માર્ગે જઈ શકે તે માટે એન્જીન બોટ શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ બોટ દ્વારા પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જળમાર્ગે જઇ શકશે.

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે પ્રવાસીઓ હવે જળમાર્ગે પણ જઈ શકે તે માટે જળમાર્ગ માટે શરૂ કરવામાં આવી છે. આ એન્જીન બોટમાં ૧૫૦ થી ૨૦૦થી વધારે પ્રવાસીઓ જઈ શકશે. જળમાર્ગે જઈને સ્ટેચ્યુ ઓફ્ યુનિટીનો નજારો જોઇ શકશે. હાલમાં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીકના વિસ્તારમાં જ્યાં જેટી બનાવવાનું કામ ચાલુ છે. તેમજ બોટ પણ અહીંયા જ બનાવવામાં આવી રહી છે.

આ સાથે હાલમાં નવો પુલ વાઘોડિયા ગામ નજીક નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યા છે. તેનું કામ પણ પૂર્ણતાને આરે છે.

આ પુલ બન્યા બાદ ગોરાના જુના પુલ ને તોડી નાખવામાં આવશે. જેથી રમાડા હોટલ નજીકથી જળમાર્ગે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી જોવા પ્રવાસીઓનો બોટ દ્વારા જઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ બોટ સેવા ઉનાળામાં શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો