4 મહિનાના કુમળા બાળકને ભરખી ગયો કોરોના, તેની દફન વિધિ કરતી વખતે સ્વાસ્થ્યકર્મીઓ પણ રડી પડ્યા

આ તસવીર 4 મહિનાના એક બાળકની છે, જેનું કોરોના વાયરસના કારણે મોત થઈ ગયું. કોરોના અત્યારસુધીમાં દેશમાં 700થી પણ વધારે લોકોને ભરખી ગયો છે પરંતુ તેમાંથી 4 મહિનાનાં બાળકનું મોત બધાને રડાવી દે તેવું છે. બાળકના મોત બાદ તે હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓએ તેને દફનવિધિ કરી હતી. સૌથી દુઃખની વાત તો એ હતી કે તેના પરિવારનો કોઈ પણ સભ્ય, ત્યાં સુધી કે તેના માતા-પિતા પણ છેલ્લી વખત પોતાના વ્હાલસોયાનું મોં જોઈ શક્યા નહીં. દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર આ સૌથી નાની ઉંમરનો દર્દી હતો. બાળકનો રિપોર્ટ એક દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને શુક્રવારે સવારે તેનું મોત થઈ ગયું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બાળકને હૃદયની બીમારી હતી

કેરળમાં 4 મહિનાના બાળકનું મોત થયું તેની કોઝિકોડની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી હતી, તેને છેલ્લા 3 મહિનાથી હૃદયની બીમારી હતી.

દફન વિધિ વખતે સ્વાસ્થ્યકર્મીઓ પણ રડી પડ્યા

બાળકના મોત બાદ કોઝિકોડમાં જ કન્નામબરમ મસ્જિદમાં સ્વાસ્થ્યકર્મીઓએ તેને દફનાવ્યો. આ દરમિયાન તેઓ પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં. કેરળમાં અત્યારસુધીમાં સંક્રમણથી 3 લોકોના મોત થઈ ચૂક્યા છે.

બાળકના માતા-પિતાની નથી ટ્રાવેલ હિસ્ટ્રી

બાળક મલપ્પુરમનો રહેવાસી હતો. તેને કોરોનાનો ચેપ કેવી રીતે લાગ્યો તે જાણવા માટે માતા-પિતા બંનેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. પરંતુ સારવાર માટે તેને વારંવાર હોસ્પિટલ લઈ જવો પડતો હતો.

ઓપન હાર્ટ સર્જરી માટે લવાયો હતો હોસ્પિટલ

બાળકને ઓપન હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ ખરાબ થતાં તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. જેમાં કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ. તસવીરમાં જોવા મળી રહેલી મહિલાઓ બાળકના પરિવારની સભ્યો છે, જે મેડિકલ કોલેજ હોસ્પિટલ બહાર સેમ્પલ માટે સ્વૈબ કલેક્શનની રાહ જોઈ રહી છે.

કેરળમાં કોરોનાનાં 447 કેસ

આ તસવીર મેડિકલ કોલેજ બહાર ઊભેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરની છે. જે પોતાની તરસ છીપાવી રહ્યો છે. બાળકની લાશ લાવવામાં આવે તેની રાહ જોઈ રહ્યો છે. કેરળમાં અત્યારસુધીમાં 447 કેસ નોંધાયા છે.

બાળકને દફનાવ્યા બાદ સ્વાસ્થ્યકર્મીઓ પોતાને સેનિટાઈઝ કરી રહ્યા છે. કેરળમાં કોઝિકોડ મેડિકલ કોલેજના બે હાઉસ સર્જન પણ સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. કેરળના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બંનેએ રાજ્ય બહાર મુસાફરી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો