આજથી અમદાવાદમાં દોડશે 18 ઈલેક્ટ્રિક બસ, ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું હતું. શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું. લોકાર્પણ થતાં શહેરમાં 18 ઈલેક્ટ્રિક બસો દોડાવાશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. અમિત શાહ અને વિજય રૂપાણીએ ત્યાં વૃક્ષારોપણ કર્યું હતું. બાદમાં અમિત શાહે સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં 10.87 લાખ અને અમદાવાદ જિલ્લામાં કુલ 24 લાખ વૃક્ષ વાવ્યા છે. વૃક્ષો જ આપણને બચાવી શકશે. શાહ પીડીપીયુના પદવીદાન સમારોહ, સાયન્સ સીટીમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સર્કિટહાઉસમાં મળનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.

બેટરીમાં આગ લાગવાની ઘટનાની તુરંત જાણ થશે

કેન્દ્ર અને ગુજરાત સરકાર મળેલા નિર્દેશ મુજબ, કુલ 50 ઈલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસો છે. આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બોસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.

અમદાવાદમાં દોડનારી ઈલેક્ટ્રિક બસની તસવીર

18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજી, એકવાર સ્વેપ કરવાથી 40 કિ.મી. મુસાફરી કરી શકાશે

આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. વધુમાં અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિલો મીટરની મુસાફરી કરી શકાશે.

શું છે બેટરી સ્વેપ ટેકનોલોજી અને કેવી રીતે કામ કરશે

ઈ-બસના ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ ચાર્જિંગ એમ બે પદ્ધતિ વિશ્વમાં પ્રચલિત છે. ભારતમાં પ્રથમવાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેકનોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઈલેકટ્રિક બસની રોબોટ દ્વારા બેટરી બદલાશે. જ્યારે પણ કોઇ બસની બેટરી 20 ટકાનું માપ બતાવે ત્યારે તે ઈલેક્ટ્રિક બસ રાણીપના ચાર્જિંગ બસ સ્ટેશને પહોંચી ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ દ્વારા બદલી નવી બેટરી ફિટ કરશે. ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચાર્જિંગમાં મૂકશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close