‘એક શામ, શહીદોં કે નામ’ : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન

સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે “એક શામ શહીદો કે નામ – ભારત કે વીર” કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડની આસપાસનું ફંડ એક્ઠું થયું હતું.

શહીદો માટે કરીએ તેટલું ઓછું

કાર્યક્રમમાં હાજર રહેલા અક્ષય કુમારે કહ્યું હતું કે, મારો ગુજરાત સાથે ઘણો જૂનો નાતો છે. મારી પત્ની ગુજરાતી છે. સેના માટે યોજાયેલા આ કાર્યક્રમથી દરેક જવાનને હૂંફ મળશે. શહીદોના પરિવાર માટે કરીએ તેટલું ઓછુ છે. આપણે હકથી તેમના માટે દાન કરવું જોઈએ. આપણો હક છે હૂંફ આપવી, પ્રેમ આપવો તેમની સાથે આપણે છીએ તેવો અહેસાસ કરાવવો એ આપણી ફરજ છે. આપણે આપણી જિંદગી સામાન્ય રીતે જીવીએ છીએ ત્યારે સરહદ પર યુનિફોર્મ પહેરીને તેઓ આપણી રક્ષા કરે છે..શહીદો તેમનાં પરિવારનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે.લોકોએ દિલ ખોલીને શહીદો માટે રૂપિયા આપ્યા છે.જોકે રૂપિયા થકી લોકોએ ભારત માટે કર્તવ્ય બતાવીને પ્રેમ પૂરો પાડ્યો છે..

ચેરીટી કાર્યક્રમ

શહીદ પરિવારોને આર્થિક રીતે મદદ થઈ શકે તે માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં રોકડા રૂપિયાની જગ્યાએ ચેક અને એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સેનાના વીર જવાનો અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું સાથે જ ભારતીય સેના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે ગર્વ વ્યક્ત કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ સેનામાં ભલે ન જોડાયા હોઈએ પરંતુ સહાયતા કરીને પણ ગૌરવ અનુભવવાની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીએ બતાવેલા શૌર્યના વખાણ કરતાં કહ્યું કે, દેશની માગ હતી કે પુલવામાનો બદલો લેવામાં આવે. મોદીએ એ કરી બતાવ્યું. મોદી હૈ તો મુમકીન હૈ. એટલે જ સરકારે માત્ર 48 કલાકમાં પાઈલટ પાછો આવે એવું દબાણ ઊભું કર્યું હતું. શહીદોના પરિવારની પડખે ઉભું રહેવું આપણી જવાબદારી છે. ભારત સામે જોવાની દ્રષ્ટિ હવે બદલાઈ છે, હવે કોઈ પણ ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિમ્મત નહીં કરે.

અભિનેતા અક્ષય કુમારે શહિદોને યાદ કરતા કહ્યું કે, પુલવામા ખાતે થયેલી ઘટના અત્યંત દુઃખદ હતી. જવાન જ્યારે 24 કલાક સરહદ પર ઊભો રહીને આપણી સુરક્ષા કરે છે ત્યારે આપણે તેના પરિવારની પડખે ઊભા રહેવાની આપણી ફરજ છે. સેના માટે યોજાયેલા આ કાર્યક્રમથી દરેક જવાનને હૂંફ મળશે. શહીદોના પરિવાર માટે કરીએ તેટલું ઓછુ છે. એ આપણી ફરજ છે.

લોકોએ દિલ ખોલીને શહીદો માટે રૂપિયા આપ્યા

સુરતમાં શહિદ પરિવારો માટે ફંડ એક્ઠું કરવા યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ દિલ ખોલીને રૂપિયા આપ્યા હતા. શહેરના ઉદ્યોગકારો, અગ્રણીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ ‘ભારત કે વીર’ માટે ફંડની પણ જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 5 કરોડ જેટલું ફંડ એક્ઠું થયું છે. કાર્યક્રમમાં નિવૃત સેના અધિકારીઓની સાથે સૈનિકોનું પણ સન્માન કરાયું હતું. દેશભક્તિના ગીતો પર કૃતિઓ અને દેશભક્તિના ગીતો દ્વારા લોકોનું મનોરંજન કરાયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો