જવનું પાણી છે ઘણી બધી બીમારીની દવા: નબળાં હાડકાં, પાચનક્રિયા અને કિડની સ્ટોન કાઢવામાં છે એકદમ અસરકારક, જાણો અને શેર કરો

ઉંમરે વધે તેમ ઘણી બધી બીમારીઓ શરીરમાં ઘૂસી જાય છે. હાડકાં નબળા થવા, પથરીની તકલીફ, લો ઈમ્યુનિટી, UTI અને પાચનશક્તિ નબળી થવી જેવી તકલીફો થાય છે. પરિવારમાં કોઈને કોઈ મેમ્બરને તો આ સમસ્યા હોય છે. આ તકલીફના સોલ્યુશન માટે જવનું પાણી બેસ્ટ છે. આ એક સુપરફૂડ છે. તેમાં ફાઈબર, આયર્ન, પ્રોટીન, કોપર, ઝિંક અને ફોસ્ફરસ હોય છે. આ શરીર તંદુરસ્ત રાખે છે.

ઈમ્યુનિટી સારી રાખે છે: તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ફંગલ ગુણ ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે. જવનું પાણી શરીરની રોગ પ્રતિકારકતા વધારે છે. તેનાથી શરદી, ઉધરસ અને તાવ જેવી તકલીફમાં રાહત રહે છે.

હાડકા મજબૂત બનાવે છે: બાળપણમાં ખાધેલું જ આગળ જઈને શરીર સ્વસ્થ રાખે છે. હાડકાં માટે પણ આવું જ કહેવામાં આવે છે. જવના પાણીમાં કેલ્શિયમ ઉપરાંત ફોસ્ફરસ પણ હોય છે. તે હાડકાં મજબૂત બનાવે ચ્જે. મોટાની સાથે બાળકો માટે પણ ફાયદાકારક છે.

પાચનક્રિયા સારી રાખે છે: પેટ સ્વસ્થ હશે તો પાચનક્રિયામાં કોઈ તકલીફ થતી નથી. સારી ડાયટ માનસિક અને શારીરિક વિકાસ માટે જરૂરી છે. નિયમિતપણે જવનું પાણી પીવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે.

વજન ઓછું કરવામાં ફાયદાકારક: આજકાલ દરેક ઉંમરના લોકોમાં મેદસ્વિતા જોવા મળે છે. ઘણા લોકો સાથે વર્કઆઉટ કરવનો સમય હોતો નથી અને નાનાં બાળકો આ કરી ના શકે. જો તમારું વજન ઝડપથી વધી રહ્યું હોય તો જવનું પાણી તમારા માટે બેસ્ટ છે. આ ફેટ કટરની જેમ કામ કરે છે.

કિડની સ્ટોન કાઢવામાં મદદરૂપ: આ પાણીમાં હાજર તત્ત્વો કિડનીનો પ્રોબ્લેમ દૂર રાખે છે. પથરીની સાઈઝ નાની હોય તો થોડા દિવસ સુધી આ પાણી પીવાથી સ્ટોન તૂટીને નીકળી જાય છે.

UTIમાં અસરકારક: જવના પાણીમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ યુરિનની તકલીફ (UTI-યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન) ઓછી કરે છે. આ પીવાથી શરીરનાં ટોક્સિન યુરિનની મદદથી બહાર નીકળે છે.

જવનું પાણી હાર્ટ સ્વસ્થ રાખે છે. આખો દિવસ પાણીમાં પલાળેલા જવની કુકરમાં 4-5 સીટી બોલાવી લો. આ પાણી ઠંડું પડે એટલે બાળકોને પીવડાવો. આ પાણી દરેક વ્યક્તિ પી શકે છે. બાળકો કે પોતે પીધા પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો