પેટમાં ગેસ ભરાતો હોય કે અપચો રહેતો હોય તો મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી, કરી લો આ સામાન્ય ઘરેલૂ ઉપચાર, મિનિટોમાં સમસ્યા થઈ જશે દૂર

ઓવરઈટિંગ અને વધારે ઓઈલી, ફેટી ફૂડ ખાવાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને અપચાની સમસ્યા થવી સામાન્ય વાત છે. અપચો અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માટે મોંઘી દવાઓ લેવાના બદલે સામાન્ય ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાને ખતમ કરવા માટે બેસ્ટ અને અસરકારક નુસખા જણાવી રહ્યાં છે.

ક્યા ફૂડ ખાવાથી બને છે ગેસ?

વાલોળ, વટાણા, કેક, કાર્બોનેટેડ ડ્રિંક્સ, ખાટા ફ્રુટ્સ, ફ્લાવર, કોબીજ, મુનક્કા, સોપારી જેવા ફૂડ્સથી વધારે ગેસ બને છે. ભોજન બાદ સ્મોકિંગ કરવાથી પણ અપચો થઈ શકે છે.

કેવી રીતે દૂર કરશો ગેસ અને અપચાની તકલીફ?

  • ગેસ અને અપચાને દૂર કરવા માટે સાધારણ મીઠુ એટલે કે ટેબલ સોલ્ટના બદલે સિંધાલૂણ અથવા સંચળનો ઉપયોગ કરો.
  • ભોજન બાદ 10-15 મિનિટ વજ્રાસનમાં બેસો. આના માટે ઘુંટણને વાળીને બેસો અને બન્ને હાથને ઘુંટણ પર રાખો.
  • ડાઈજેશન પ્રોપર કરવા માટે યોગની અગ્નિસાર ક્રિયા કરો.
  • ભોજન ધીરે-ધીરે અને ચાવી-ચાવીને ખાઓ.
  • સોડા અને જ્યૂસ ન પીઓ.
  • ભોજન બાદ 10-15 મિનિટ બાદ થોડી વાર ચાલવું જરૂરી છે.
  • ભોજન બાદ લવિંગ, વરીયાળી, એલચી ખાવાથી ડાઈજેશન સારૂ થાય છે અને ગેસ નથી થતો.
  • ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
  • કેટલાંક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળાં હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે.
  • ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે.
  • ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યાં પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો