જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબુદ થવાથી હવે આવશે આ પ્રમાણેના ફેરફાર, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાઈ ગયો છે. તે ઉપરાંત લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંનેને અલગ રાજ્ય બનાવવાનો પ્રસ્તાવ પણ મંજૂર કરી લેવામાં આવ્યો છે. હવે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર બંને અલગ કેન્દ્ર શાસિત રાજ્યો બન્યા છે. તો આવો જાણીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવી દેવામાં આવી છે તો હવે આ રાજ્યોમાં કેવા પ્રકારના ફેરફાર આવશે…

કલમ 370 હટી જતાં હવે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવશે આ પ્રમાણેના ફેરફાર

  • આર્ટિકલ 370 મુજબ ભારત સરકારે કોઈપણ કાયદો રાજ્યમાં લાગૂ કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકારની મંજૂરી લેવી પડતી હતી. હવે આ કલમ હટાવી દેવાથી રાષ્ટ્રપતિની મંજૂરીથી કેન્દ્ર સરકાર કોઈ પણ કાયદો જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરી શકે છે.
  • જમ્મુ-કાશ્મીરમાં પણ હવે અન્ય રાજ્યોની જેમ વિધાનસભાની મર્યાદા 5 વર્ષ થઈ જશે.
  • જમ્મુ કાશ્મીર પાસે હાલ કાશ્મીરનો અલગ ધ્વજ હતો. હવે કલમ 370 હટી જતા તિરંગો જ તેનો રાષ્ટ્રધ્વજ બનશે.
  • કલમ 370 હટી જતા દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન મકાન સહિતની સંપત્તિની ખરીદી શકશે.
  • હાલ જમ્મુ કાશ્મીરના લોકોને 2 પ્રકારની નાગરિકતા મળી છે. હવે તે ખતમ થઈ જશે અને તે માત્ર ભારતના નાગરિક કહેવાશે.
  • જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરની નાગરિકતા ખતમ થઇ જાય છે પરંતુ હવે કલમ 370 હટી ગયા બાદ આવું નહીં થાય. બંને ભારતના જ નાગરિક કહેવાશે.
  • 370 મુજબ પાકિસ્તાની યુવક કાશ્મીરની યુવતી સાથે લગ્ન કરે તો તેમને આપોઆપ ભારતની નાગરિકતા મળી જાય છે પરંતુ 370 હટી જતાં તે ભારતનો નાગરિક નહીં બને.
  • 370 હટી જતાં જમ્મુ-કાશ્મીર રાજ્યની સરકારી નોકરીમાં અન્ય રાજ્યના ઉમેદવાર પણ અપ્લાય કરી શકશે.

આર્ટિકલનો સંક્ષિપ્ત ઇતિહાસ

  • ભારતને આઝાદી મળ્યાં બાદ 20 ઓક્ટોબર 1947માં કાશ્મીર પર આક્રમણ થયું હતું. આઝાદ કાશ્મીર સેનાએ પાકિસ્તાનની સેના સાથે મળીને હુમલો કરી દીધો હતો અને કાશ્મીરના મોટાભાગ પર કબ્જો જમાવી લીધો હતો. આ ભાગને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) કહેવામાં આવે છે.
  • આ સ્થિતિમાં કાશ્મીરની સુરક્ષા માટે જવાહર લાલ નહેરૂની સહમતિથી 26 ઓક્ટોબર 1947માં “Instruments of Accession of Jammu & Kashmir to India” પર સહી કરી દેવાઈ. આ આ કરાર મુજબ જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ બન્યું. જે મુજબ જ જમ્મુ કાશ્મીરનું શાસન ચાલે છે. જમ્મુ કાશ્મીર મુદ્દે નિર્ણય લેવા માટે ભારતની પાસે માત્ર ત્રણ વિષય રક્ષા, વિદેશી, અને સંચાર છે.

જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે
મોદી સરકારના આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરને બીજા રાજ્ય જેમ વધારે અધિકાર પૂર્ણ જ નહી પરંતુ ઓછા પણ કરી દેવામાં આવ્યાં. જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હીની જેવું રાજ્ય બની જશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે ચૂંટણી થશે અને સરકાર પર બનશે, પરંતુ રાજ્યપાલ અંતિમ નિર્ણય લેશે. દિલ્હીની જેમ જે પ્રકારે સરકારે બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી લેવી પડે છે તેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ એ રીતની સરકાર બનશે.

ભારતીય સંવિધાન લાગૂ થશે

મોદી સરકારના નિર્ણય બાદ હવે ભારતીય સંવિધાન સંપૂર્ણ રીતે લાગૂ થશે. જમ્મૂ-કાશ્મીરનું હવે પોતાનું અલગ સંવિધાન નહી હોય. કાશ્મીરમાં અત્યાર સુધી જે વિશેષાધિકાર મળતો હતો , તેની હેઠળ ઇમરજન્સી લાગુ કરી શકાશે નહીં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો