કોંગ્રેસ ફૂટેલી છે એટલે પેપર ફૂટવાના આરોપ લગાવે છે: જીતુ વાઘાણી

મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલી મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં વન રક્ષકની પરીક્ષા દરમિયાન પરીક્ષાનું પેપર ફૂટયું હોવાની વાતને લઈને સરકારી તંત્ર દોડતું થયું હતું. તો બીજી તરફ પેપર ફૂટવાની વાતને લઇ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ હવે સરકારને ઘેરવાની એક પણ તક છોડવા માગતી ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દ્વારા વિધાનસભા સંકુલમાં આ મામલે વિરોધ કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પેપર લિક થવાને લઈને વિધાનસભા સંકુલમાં જ નારેબાજી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના આ વિરોધને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કોંગ્રેસના સંગઠન પર જ સવાલો ઉભા કર્યા છે.

આ મામલે પ્રતિક્રિયા આપતા રાજ્ય શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખતથી જે ભરતીઓ થાય છે તે તમામ પારદર્શક રીતે થઈ રહી છે. કોંગ્રેસ ફૂટેલી છે એટલા માટે પેપર ફૂટવાના ખોટા આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ વિધાનસભા ગૃહમાં પેપર ફૂટયું હોવાના કોઈ પણ પુરાવા રજૂ કરી શકી નથી. જો કોંગ્રેસની વાત સાચી હોય તો કોંગ્રેસ પેપર ફૂટયું હોવાના આધાર પુરાવા સાથે પોતાની વાત રજૂ કરે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના યુવાનોને સૌથી વધારે રોજગારી આપતું એક રાજ્ય છે અને વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટયું નથી. આ માત્ર કોપીકેસનો જ એક કેસ છે.

બીજી તરફ કોંગ્રેસના આક્ષેપો હતા કે, પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા ત્યારે આ મામલે પણ જીતુ વાઘાણી નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હશે તો આ મામલે પણ પગલાં લેવામાં આવશે અને આ મામલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે અને તે મુજબની તપાસ પણ કરવામાં આવશે.

મહત્વની વાત છે કે, રવિવારના રોજ વન રક્ષકની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઉનાવાની મીરાદાતાર સર્વોદય વિદ્યાલયમાં પરીક્ષા શરૂ હતી. તે સમયે રવિ મકવાણા નામના એક યુવક પાસેથી ખંડ નિરીક્ષકને પરીક્ષાને લાગતું વળગતું સાહિત્ય મળી આવ્યું હતું અને ત્યારબાદ વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટયું હોવાની વાત બહાર આવી હતી. આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ ઉમેદવાર સહિત આઠ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મનીષાને પાસ કરવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. શાળાના પટાવાળા દ્વારા પેપરનો ફોટો રાજુ નામના વ્યક્તિ અને સુમિત નામના એક ઇસમને મોકલવામાં આવ્યો હતો અને આ મામલે રવિ મકવાણાને ખબર પડી ગઈ હતી. તેથી રવિને પણ પેપરના જવાબ આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ સુપરવાઇઝર દ્વારા પણ મનીષાને પાસ થવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ખંડ નિરીક્ષકને રવિ મકવાણા પાસેથી પરીક્ષાને લગતું સાહિત્ય મળી આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. તો બીજી તરફ આ મામલો બહાર આવતા પટાવાળા દ્વારા તમામ કાગળો સળગાવી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો