વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ બની શકે છે મોટો ખતરો, સીધી અસર બાળકોની તબિયત પર
કોરોનાને લઇને વિશ્વ થંભી ચુક્યુ છે ત્યારે તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. દેશભરમાં સ્કુલો ક્યારે શરૂ કરવામા આવશે તે અંગે સરકાર હાલ કઇં કહેવા તૈયાર નથી. ત્યારે ખાનગી સ્કુલો ફી ઉધરાવવાને લઇને ઓનલાઇન એજ્યુકેશન આપી રહી હોવાનુ સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે, ત્યારે ખાનગી સ્કુલોએ ઓનલાઇન ક્લાસ શરૂ કર્યા છે. પરંતુ ઓનલાઇન ક્લાસ ફેઈલ થઇ રહ્યા હોવાનું સામે આવ્યુ છે. ઇન્ટરનેટની સમસ્યા, વન ટુ વન સેશન ન થતું હોવાનું ઉપરાંત ડીવાઇસની સમસ્યા સહીતની અનેક સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ખુદ વિદ્યાર્થીઓ પણ માને છે કે ઓનલાઇન એજ્યુકેશન કરતાં ક્લાસમાં અપાતું શિક્ષણ વધુ ફાયદાકારક છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
-ઓનલાઇન ક્લાસની સીધી અસર બાળકોના તબિયત પર
-રેડિયેશનનો સૌથી મોટો ખતરો વિદ્યાર્થીઓ પર
-ક્રોનિક હેડએક પણ વિદ્યાર્થીઓને થઇ શકે
-આંખોની સમસ્યા થવાનો ભય
-માનસિક અસર થવાની સંભાવના
-ઇન્ટરનેટની કનેક્ટીવીટીની સૌથી મોટી સમસ્યા
-વન ટુ વન સેશન ન થતા વિદ્યાર્થીઓને પડી રહી છે તકલીફ
-એક જ ડિવાઇસ ઘરમા હોય તો અન્ય વિદ્યાર્થીઓને પડી શકે છે તકલીફ
-ઓનલાઇન એજ્યુકેશનથી શિક્ષણની ગુણવત્તા જળવાતી નથી
ઓનલાઇન ક્લાસની સાઇડ ઇફેક્ટની પણ વાત કરવામા આવે તો નાના બાળકો માટે તે ઘાતક નિવડી શકે છે. આવનાર સમયમાં વિદ્યાર્થીઓના હેલ્થ પર તેની ઉંડી અસરો પડી શકે છે. વધુ પડતાં મોબાઇલ ડિવાઇસ વાપરવાથી રેડિયેશનનો ખતરો, માથું દુખવું, આંખોના નંબર આવવા સહીતની સમસ્યાઓનો સામનો બાળકોએ કરવો પડી શકે છે.
ઘરમાં એકથી વધારે બાળકો હોય અને મોબાઇલ કે ટેબ્લેટની વ્યવસ્થા એકથી વધારે ન હોય તો પણ તે મુશ્કેલ બની શકે છે. ઓનલાઇન ક્લાસના બહાને આઠથી દસ વર્ષના બાળકો વાલીઓ પાસે મોબાઇલ સહીતનાં ડિવાઇસ લેવાની માંગ કરતાં વાલીઓ પર પણ આર્થિક બોજો પડી શકે છે. વાલીઓએ પણ આક્ષેપ કરી રહ્યા છે ફક્ત ફી ઉધરાવવાના ઉદ્દેશથી ખાનગી સ્કુલો ઓનલાઇન શિક્ષણ આપી રહી છે. તો બીજી તરફ શિક્ષણ વિદ્દોનુ પણ માનવુ છે કે ઓનલાઇન એજ્યુકેશન શાળા કક્ષાએ બંધ કરવું જોઇએ અને જો આપવું હોય તો કોલેજના વિદ્યાર્થીઓને આપવુ જોઇએ. પ્રાયમરી એજ્યુકેશનમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ફેઈલ છે.
હાલ તો ઓનલાઇન શિક્ષણને લઇને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદ્દો પણ વિરોઘ કરી રહ્યા છે ત્યારે સ્કુલ ફીની લાલસા રાખતી સ્કુલો ક્યાં સુધી વિદ્યાર્થીઓના હેલ્થ સાથે ચેડા કરીને પોતાના રોટલા શેકતી રહેશે તે સૌથી મોટો સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

