રાજસ્થાનના દંપતિને અમદાવાદમાં થયો કડવો અનુભવ: 75 હજાર એમ્બ્યુલન્સનું ભાડું ભરી સારવાર માટે અમદાવાદ આવ્યા, હોસ્પિટલે 1 લાખ એડવાન્સ લઈને બેડ ન આપ્યો

ંઔઔઔકોરોનાની મહામારીના કારણે રાજ્યમાં મોટાભાગની હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યાં પણ સ્થિતિ આવી જ છે. મોં માગ્યા પૈસા ચૂકવવા છતાં હાલમાં ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. રાજસ્થાનના એક કોરોનાગ્રસ્ત દંપતીની તબિયત વધુ લથડતા તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. તેમણે મણિનગરના જવાહર ચોક નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બે બેડ નોંધાવીને એડવાન્સમાં 1 લાખ રૂપિયા ઓનલાઈન જમા કરાવી દીધા. બાદમાં એમ્બ્યુલન્સ કરીને રાજસ્થાનથી અમદાવાદ આવ્યા, પરંતુ હોસ્પિટલે તેમને બેડ ખાલી ન હોવાનું કહીને ધક્કા મારીને કાઢી મૂક્યા. દંપતિની તબિયત વધુ ખરાબ થતા આખરે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેથી દર્દીના દીકરાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધીવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘટનાની વિગતો મુજબ, રાજસ્થાનનું એક દંપતિ કોરોનાની સારવાર માટે અમદાવાદના મણિનગરમાં એક ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી હોવા વિશે પૂછ્યું હતું. હોલ્પિટલ તરફથી બેડ ખાલી હોવાનું જણાવાતા એડવાન્સમાં 1 લાખ ઓનલાઈન ભરીને 75 હજારનું એમ્બ્યુલન્સનું ભાડું ચૂકવી દંપતિને 5 કલાકની લાંબી મુસાફરીથી રાજસ્થાનથી અમદાવાદ લવાયું. જોકે હોસ્પિટલ પહોંચતા ડોકટરે બેડ ખાલી ન હોવાનું કહીને તેમને દાખલ કર્યા નહીં. સાથે તેમને ધક્કા મારીને કાઢી મુક્યા. આથી પરિવારે પોલીસ બોલાવી. જોકે કોરોનાગ્રસ્ત દંપતીની તબિયત વધુ બગડતી હોવાથી તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દીધા.

હોસ્પિટલે એડવાન્સ પૈસા લીધા પછી પણ બેડ ન આપ્યો

આ અંગે દર્દીના દીકરાએ જણાવ્યું હતું કે, તેના માતા પિતાને કોરોના થતા તેમને રાજસ્થાન ખાતે દાખલ કર્યા હતા. દરમિયાન વધુ તબિયત બગડતા અમદાવાદની જવાહર ચોક નજીકની હોસ્પિટલના ડોકટરને ફોન કરી હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું હતું. જેમાં એક બેડના 25 હજાર એમ બે બેડના એક દિવસના કુલ 50 હજાર અને દવાનો ચાર્જ અલગથી લેવાનું કહ્યું હતું. તેના એડવાન્સ પેટે 1 લાખ માગ્યા તે ઓનલાઇન જમા કરાવી દીધા. ત્યારબાદ 1મે ના રોજ ડોકટરને ફોન કરીને જગ્યા ખાલી હોય તો જ ત્યાંથી નીકળવાનું પૂછતા ડોકટરે જગ્યા હોવાનું જણાવ્યું હતું.

સ્થિતિ વધુ ખરાબ થતા દંપતિને સિવિલમાં એડમિટ કરાયું

આથી દીકરો માતા-પિતાને લઈને સાંજે રાજસ્થાનના પાલીથી 75 હજાર એમ્બ્યુલન્સનું ભાડું અને ઓક્સિજનની બોટલના ૨૫ હજાર ખર્ચીને નીકળ્યો અમદાવાદમાં રાત્રે પહોંચ્યો હતો. પરંતુ હોસ્પિટલ આવ્યા તો ડોકટર ફોન ઉપાડતા ન હતા. ઉલટાનું હોસ્પિટલ સ્ટાફે તેમને ત્યાંથી કાઢી મુક્યા. આમ રાતના 12 વાગી ગયા પણ દર્દીને સારવાર મળી નહીં અને તબિયત વધુ બગડતી હોવાથી બાદમાં તેમને સિવિલમાં દાખલ કરવા પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો