કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઘટે છે: રિસર્ચ

કાચી ડુંગળી અને લસણ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. પરંતુ તેનાથી મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. ન્યૂ યોર્કમાં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

‘યુનિવર્સિટી ઓફ બફેલો’ અને ‘યુનિવર્સિટી ઓફ પ્યુએરેટો રિકો’ના એક રિસર્ચમાં સાબિત થયું છે કે કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આ રિસર્ચમાં બ્રેસ્ટ કેન્સર ધરાવતી 600 મહિલાઓને સામેલ કરવામાં આવી હતી.

રિસર્ચમાં કાચા ડુંગળી-લસણ અને પકવેલા અથવા વાનગીમાં વપરાતા ડુંગળી-લસણનું સેવન કરતી મહિલાઓના સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ ડો. ફ્રેઉડેન્હિમની આગેવાની હેઠળ વર્ષ 2008થી 2014 સુધી કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચમાં સામેલ 346 મહિલાઓ જે કાચી ડુંગળી અને લસણનું સેવન કરતી હતી તેમનાં કેન્સરમાં કન્ટ્રોલ જોવા મળ્યો હતો. આ રિસર્ચમાં પુરવાર થયું છે કે કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઘટાડી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો