શિયાળામાં ભરપુર ખાઓ આદુ થશે જોરદાર જાદુ, નાની મોટી બીમારીઓને દુર કરવા માટે ખુબ જ ગુણકારી છે આદુ

શિયાળાએ ધીરે ધીરે દસ્તક આપવાની શરૂઆત કરી દીધી છે. શરીરને ભરપુર માત્રામાં સ્વાસ્થ્ય વર્ધક પદાર્થો આપવાનો સમય આવી ગયો છે. આપણામાંથી મોટાભાગના લોકો આદુનો ઉપયોગ કરતા હોય છે પરંતુ દરેકની વાપરવાની રીત જુદી જુદી હોય છે. આદુનો ભોજન અને ઔષધિ એમ બંનેના રૂપે ઉપયોગ થાય છે.

તમને જણાવી દઇએ કે, નાની મોટી બીમારીઓને દુર કરવા માટે આદુ ખુબ જ ગુણકારી છે. ઔષધિના રૂપે આનો પ્રયોગ શરદી, ઉધરસ, તાવ, સાઈટિકા, સાંધાનો દુ:ખાવો, કબજીયાત, કાનમાં દુ:ખાવો, મોચ આવવી વગેરેમાં ફાયદાકારક છે. તો આવો તેના થોડાક ફાયદા પણ જોઈએ.

સૌ પ્રથમ તાજા આદુને પીસી લો ત્યારબાદ તેને કપડામાં નીચોવીને રસ કાઢી લો અને આ રસ દરરોજ સવારમાં ઉઠીને તરત જ પી લો. આમ, જો તમે આ પ્રોસેસ સતત 15 દિવસ સુધી કરશો તો શરીરની અનેક બીમારીઓ દૂર થઇ જશે. આદુનો ઉકાળો બનાવવા માટે સુકાયેલા આદુનુ ચુર્ણ લઈને તેને ત્રણ ચમચી ચાની સાથે એક ગ્લાસ પાણીની અંદર ભેળવીને ઉકાળો અને જ્યારે પાણી ચોથા ભાગનુ રહે ત્યારે તેને ગળીને ઉપયોગમાં લો.

તાજા આદુને પીસીને જોઈન્ટ અને પેશિયો પર તેનો લેપ લગાવો અને તેની પર પટ્ટી બાંધી દો. આનાથી સાંધાનો દુ:ખાવો અને માંસપેશીમં થતો દુ:ખાવો ઓછો થઈ જશે. જો લેપને ગરમ કરીને લગાવવામાં આવે તો તે વધારે અસર કરે છે.જો કોઈને વધારે ઉધરસ અને કફ થઈ ગયો હોય તો રાત્રે સુતી વખતે દૂધની સાથે આદુ ઉકાળીને પીવાથી સવારે કફ નીકળી જશે. આ પ્રક્રિયાને સતત 15 દિવસ સુધી કરવી. આદુવાળુ દૂધ પીધા બાદ પાણી ન પીવું.

આદુ હૃદયના ધબકારાની બીમારીમાં પણ ઉપયોગી સાબિત થાય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આદુ એક પ્રાકૃતિક પેઈન કિલર છે, આ માટે તેને આર્થરાઈટિસ અને બીજી બીમારીઓમાં ઉપચાર માટે વાપરવામાં આવે છે.

એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે. બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો