હાર્ટ એટેક અને હાર્ટની બીમારીઓથી બચવા માગો છો તો ડાયટમાં આ 5 વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, ધમનીઓ રહેશે ક્લિન

35-40ની ઉંમરમાં જ લોકોની હાર્ટ એટેકથી મોત થઈ રહી છે. હાર્ટ એટેક અને હાર્ટની અન્ય બીમારીઓનું સૌથી મોટું કારણ છે ધમનીઓમાં જમા થતું પ્લાક. આ પ્લાક વધુ ફેટવાળા ભોજન અને ખોટી જીવનશૈલીને કારણે જમા થાય છે. ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે અને હાર્ટ સુધી લોહી પહોંચી શકતું નથી, જેના કારણે હાર્ટ એટેક આવે છે. જો તમે પણ તમારી ધમનીઓને સાફ રાખવા માંગો છો અને હાર્ટ એટેકથી બચવા માગો છો તો ડાયટમાં આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો.

કીવી

ભારતીય લોકો કીવી ઓછાં પ્રમાણમાં ખાય છે પણ આ બહુ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર એન્ટિઓક્સિડન્ટ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેનાથી ધમનીઓની દીવાલ પર જામેલો પ્લાક ધીરે-ધીરે સાફ થઈ જાય છે. આ સિવાય કીવી એક બેસ્ટ ડિટોક્સ ફૂડ પણ છે. એટલે કે તેને ખાવાથી શરીર, લીવર અને કિડનીમાં રહેલાં ટોક્સિન્સ દૂર થઈ જાય છે.

ઓટ્સ

ઓટ્સમાં સોલ્યૂબલ ફાયબર હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. આ જ બેડ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં પ્લાક બનાવવા માટે જવાબદાર હોય છે. જેથી તેને દૂર કરવા સવારે નાસ્તામાં અથવા સાંજે સ્નેક્સમાં ઓટ્સ ખાઈ શકો છો. તેમાં ફેટ ઓછું હોય છે. જેથી વજન પણ વધતું નથી.

લસણ

લસણ બીપી અને બેડ કોલેસ્ટ્રોલ બંનેને દૂર રાખવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર રોજ સવારે ખાલી પેટ એક અથવા 2 કાચાં લસણની કળી ગળવાથી 100થી પણ વધુ રોગોથી છૂટકારો મળે છે. નેશનલ કાર્ડિયોલોજિકલ રિસર્ચ સેન્ટરમાં થયેલી એક સ્ટડી પ્રમાણે, જો રોજ લસણનું સેવન કરવામાં આવે તો ધમનીઓમાં પ્લાક જમા થતાં રોકી શકાય છે. તેનાથી હાર્ટ એટેકની સંભાવના પણ ઓછી થાય છે.

બદામ, કાજૂ, અખરોટ

બદામ, કાજૂ, અખરોટ, પિસ્તા અને મગફળી જેવા નટ્સ ધમનીઓમાં જામેલાં પ્લાકને સાફ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. આ સિવાય આ નટ્સમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ ઈમ્યૂનિટી વધારે છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

દાડમ

દાડમમાં ફાયટોકેમિકલ્સ હોય છે. જે એન્ટીઓક્સીડેન્ટ તરીકે ધમનીઓની દીવાલ પર કોઈપણ ક્ષતિ થતાં રોકે છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સની એક સ્ટડી પ્રમાણે એન્ટિઓક્સિડન્ટયુક્ત દાડમનો રસ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે. જે ધમનીઓને ખુલ્લી રાખવામાં તથા લોહીના પરિભ્રમણમાં મદદ કરે છે. જો તમે રોજ 1 દાડમ ખાઓ અથવા તેનો જ્યૂસ પીઓ તો બહુ જ ફાયદા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો