શિયાળામાં ખાલી પેટ ખાઓ આ 5 વસ્તુઓ, આખું વર્ષ રહેશો નિરોગી અને વધશે ઈમ્યૂનિટી, જાણો અને શેર કરો

શિયાળામાં હમેશાં એવી વસ્તુઓ ખાસ ખાઈ લેવી જોઈએ જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને શિયાળાના 4 મહિના રોજ ખાલી પેટ ખાઈ લેવી જોઈએ. તેનાથી શરીરને જબરદસ્ત લાભ મળી રહે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર હેલ્ધી રહે છે. ચાલો જાણીએ.

સાથે જ સવારે બ્રેકફાસ્ટમાં પ્રોટીન અને ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી એવા ઘણાં ફૂડ્સ છે જેને સવારે ખાલી પેટ ખાઈ લેવાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને સાથે જ શરીરમાં ગરમાવો પણ રહે છે. શિયાળામાં ઘણાં લોકો ઓવરઈટિંગ પણ કરી લે છે તેના કારણે પેટની ઘણી સમસ્યાઓ પણ થઈ જાય છે. જેથી આ સીઝનમાં વધુ મરચા-મસાલાવાળી અને તળેલી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ. તો ચાલો જાણીએ સવારે ખાલી પેટ શું ખાવું જોઈએ.

પલાળેલી બદામ

શિયાળામાં સવારે ખાલી પેટ રોજ 5 બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ કાઢીને ખાવી જ જોઈએ. બદામ નાના મોટા સૌના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. તેમાં મેંગનીઝ, વિટામિન ઈ, ફાઈબર, પ્રોટીન, ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ્સ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે.

પલાળેલા અખરોટ

અખરોજ સ્વાસ્થ્યની સાથે આપણાં મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી છે. આ મેમરી વધારવામાં પણ મદદ કરે છે. પરંતુ અખરોટ હમેશાં પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. રોજ 2-3 અખરોટ રાતે પાણીમાં પલાળી સવારે તેને ખાલી પેટ ખાઈ લેવાથી અઢળક ફાયદા મળી રહે છે અને શરીર સ્વસ્થય રહે છે, રોગો સામે રક્ષણ મળે છે અને ઈમ્યૂનિટી વધે છે.

ઓટ્સ

રોજ સવારે ખાલી પેટ ઓટ્સ ખાવાથી શરીરને એનર્જી મળી રહે છે. શિયાળામાં ઓટ્સ એક બેસ્ટ બ્રેકફાસ્ટ છે. હમેશાં રોલ્ડ ઓટ્સનો જ ઉપયોગ કરવો. ઈન્સ્ટન્ટ ઓટ્સથી એટલા ફાયદા મળતાં નથી. ઓટ્સ ફાઈબર રિચ હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે અને પોષક તત્વો વધારે હોય છે. આ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. સાથે જ રોજ સવારે ઓટ્સ ખાવાથી ઈમ્યૂનિટી પણ વધે છે.

પપૈયું

સ્વાસ્થ્યની સાથે પેટ માટે ખૂબ જ લાભકારી એવું પપૈયું બધાંએ સવારે ખાવું જોઈએ. રોજ ખાલી પેટ પપૈયું ખાવાથી શરીરને અઢળક પોષક તત્વો તો મળી જ રહે છે સાથે જ પેટની બીમારીઓ પણ દૂર રહે છે.

મધ

મધના ગુણો વિશે તો બધાં જ જાણતા જ હશે. એમાં પણ શિયાળામાં ખાસ લોકોએ સવારે ખાલી પેટ મધનું સેવન કરવું જ જોઈએ. તેના માટે તમે સવારે નવશેકા પાણીમાં 1 ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરીને પી શકો છો. મધમાં ભરપૂક મિનરલ્સ, વિટામિન, ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટ, એન્જાઈમ્સ હોય છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. મધનું સેવન કરવાથી ઈમ્યૂનિટી વધે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો