તમારી આટલી સમસ્યાઓનો ખાતમો કરી દેશે આ 20 દેશી ઉપચાર, જાણો અને શેર કરો

આપણી કેટલીક ભૂલો અને ખોટી જીવનશૈલીના કારણે આપણે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓના શિકાર થઈએ છીએ. જેના માટે વારંવાર ડોક્ટર પાસે દોડી જવું અને દવાઓ ગળવી એ લાંબા ગાળે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ નિયમિતતા ન હોવાને કારણે પણ માથામાં, પેટમાં દુખાવો, અપચો અને સ્ફૂર્તિ ન લાગવી જેવી કેટલીક નાની-મોટી બીમારીઓ થવા લાગે છે, રોજિંદા જીવનમાં થતી આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક અસરકારક નુસખાઓનો ઉપયોગ કરી શકાય છે. જેનો પહેલાંના સમયમાં આપણા દાદી-નાની દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. તો આજે તમે પણ જાણી લો.

આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ મિક્સ કરી ભોજનની શરુઆતમાં લેવાથી ઉધરસ મટે છે.

થોડા નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને દર બે-ત્રણ કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત રહે છે.

નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.

તીવ્ર ક‍બજિયાતથી મળ ગંઠાઈ ગયો હોય તો ગરમ પાણીમાં દિવેલ મેળવી એનિમા લઈ શકાય છે. તમે રાતે સૂતા પહેલા એક ચમચી દિવેલ પણ લઈ શકો છો.

નવશેકું પાણી પણ તમે દિવસમાં 2થી 3 વાર પીશો તો શરદીમાં ફાયદો થશે.

પગમાં ચીરા પડ્યા હોય તો ચીરામાં દિવેલની માલિશ કરવી. ક્રેક હીલની સમસ્યા દૂર થઈ જશે.

વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.

રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.

જમ્યા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.

જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.

રોજ સવારે ખાલી પેટ લસણની 2 કળીઓ ખાવાથી હાર્ટ અને કોલેસ્ટ્રોલની સમસ્યામાં ફાયદો થવાની સાથે જ બધાં પ્રકારના સંક્રમણ સામે લડવાની પણ તાકાત વધે છે.

જે લોકોને દૂધથી એલર્જી છે તેઓ રાતે 1 ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર નાખીને પી શકે છે. તેનાથી વાયરલ ફ્લૂ સહિત અન્ય રોગો સામે પણ રક્ષણ મળે છે.

8 બદામને રાતે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને પીસી લો. પછી આ પેસ્ટને એક ગ્લાસ નવશેકા દૂધમાં મિક્ષ કરીને પીઓ.

1 ગ્લાસ નવશેકા પાણીમાં મધ અને તજનો પાઉડર મિક્ષ કરીને તેનાથી કોગળા કરો. આ ઉપાય કરવાથી મોંની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

અજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે.

સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાવવાથી સોજા દૂર થાય છે અને પીડા ઘટે છે.

અપચાને કારણે પેટમાં દુખતું હોય તો વરિયાળી, અજમો અને સંચળનું ચૂર્ણ બનાવી હૂંફાળા પાણી સાથે ફાકી જવું.

ચા પીવાને બદલે મધને પાણીમાં ઘોળી પીવાથી થાક દૂર થશે તથા સ્ફૂર્તિ આવશે.

કારેલાના રસમાં ગાજરનો રસ મિક્ષ કરીને ત્રણ મહિના નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો