લોકડાઉનથી આખી દુનિયાના પ્રદૂષણના સ્તરમાં થયો ઘટડો, ઓઝોન લેયરમાં પડેલ ગાબડું ભરાવા લાગ્યું

પૂરી દુનિયામાં હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન છે. રસ્તાઓ પર ટ્રાફિક નથી. ફેક્ટ્રી પણ બંધ છે. બિલ્ડીંગો બનવાનું કામ થંભી ગયું છે. લોકડાઉનની શરૂઆત ચીનથી શરૂ થઈ હતી. હવે દુનિયાના મોટાભાગના દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને કારણે મોટો ફાયદો એ થયો છે કે તેનાથી ઓઝોન લેયરમાં પડેલ ગાબડું હવે ભરાવા લાગ્યું છે.

પૃથ્વીના દક્ષિણ ધ્રુવમાં સ્થિત એન્ટાર્કટિકાની ઉપર બનેલ ઓઝોન લેયરનું ગાબડું હવે ભરાઈ રહ્યું છે. કારણ કે ચીનમાં દ્વારા ત્યાં જતું પ્રદૂષણ હવે ત્યાં જઈ રહ્યું નથી. લોકડાઉન પહેલા પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધારે હતું. પૃથ્વીની ઉપથી જનાર જેટ સ્ટ્રીમ એટલે કે એવી હવા જે ઘણાં દેશોના ઉપરથી પસાર થાય છે, તે ઓઝોન લેયરમાં ગાબડાને કારણે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ જઈ રહી હતી. હવે તે પલટાઈ ગઈ છે.

આ એક અસ્થાયી ફેરફાર છે. પણ સારો છે. હાલમાં ચીનમાં થયેલા લોકડાઉનને કારણે જેટ સ્ટ્રીમ યોગ્ય દિશામાં જઈ રહી છે. કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન પણ ઓછું થયું છે. માટે ઓઝોનનું ગાબડું ભરાઈ રહ્યું છે.

એક સમયે ચીન ઓઝોનને ઘટાડવા માટેનું સૌથી વધારે તત્વ છોડતું હતું. પણ હાલમાં ચીનમાંથી આ તત્વ નીકળી રહ્યું નથી. વર્ષ 2000 પહેલા જેટ સ્ટ્રીમ પૃથ્વીની વચ્ચોવચ ફરતું રહેતું હતું. પણ ત્યાર બાદથી તે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ જવા લાગ્યું. તેને કારણે ઓઝોનમાં ગાબડું તો પડ્યું જ પણ ઓસ્ટ્રેલિયા જેવા દેશોના હવામાનમાં ખાસ્સો ફેરફાર આવવા લાગ્યો.

હવે જેટ સ્ટ્રીમનો ફ્લો સુધરી રહ્યો છે. જેને કારણે ઓઝોનનું સ્તર પણ વધી રહ્યું છે. આવી જ રીતે જો આખી દુનિયામાં પ્રદૂષણનું સ્તર ઓછું થતું રહ્યું તો ઓસ્ટ્રેલિયાના હવામાનમાં સુધારો જોવા મળશે.

અત્રે એ યાદ આપીએકે દુનિયામાં સૌથા વધુ ઉદ્યોગો ચીનમાં છે અને સૌથી વધુ પ્રદુષણ ફેલાવે છે. જો કે છેલ્લા બે માસથી લોકડાઉનના કારણે પ્રદુષણનું સ્તર ઘટી ગયું છે. અને કેટલાય દેશોનાં હવા અને પાણી શુધ્ધ બની ગયા છે.

જો આખી દુનિયાનું લોકડાઉન પ્રદુષણ ઓછુ કરે તો આગામી સમયમાં પણ તે માનવજાત સમગ્ર સૃષ્ટિ માટે ઉપયોગી બની શકે તેમ છે. આનાથી પૃથ્વીનું ઉષ્ણતામાન પણ ઘટી શકે છે. ગ્લોબલ વોર્મિંગ પણ ઘટે અને ઓઝોન વાયું ઓછા કરતા તત્વો પણ ઓછો ફેલાશે અને પ્રદુષણથી થતા મોતમાં પણ ઘટાડો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો