રાજકોટ: DySP જે.એમ ભરવાડ અને કોન્સ્ટેબલ 8 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી અને કોન્સ્ટેબલે રૂ.10 લાખની લાંચ માગી રૂ. 8 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. ડીવાયએસપી ભૂગર્ભમાં ઉતરી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

8 લાખની લાંચ લેવાનું નક્કી કર્યું હતું

રાજકોટ જિલ્લાના જેતપુર શહેર પોલીસ દફતરે એક શખ્સનું નામ હથિયાર કેસમાં ખુલ્યું હતું, આર્મ્સ એક્ટના આરોપીને ડીવાયએસપી જે.એમ.ભરવાડ સામે રજૂ કરી માર નહીં મારવા તેમજ અન્ય કોઇ વ્યક્તિનું નામ નહીં ખોલવા બદલ જેતપુર શહેર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સોનારા (ઉ.વ.34)એ રૂ.10 લાખની લાંચની માંગ કરી હતી, આરોપી અને તેના મિત્રોએ કોન્સ્ટેબલ અને ડીવાયએસપી ભરવાડ સાથે રકમ બાબતે રકઝક કરતા મામલો રૂ.8 લાખમાં નક્કી થયો હતો અને લાંચની રકમ શનિવારે આપવાનું નક્કી થયું હતું.

એસીબીએ રંગેહાથ ઝડપ્યો

આરોપીના મિત્રોએ અમદાવાદ એસીબીને જાણ કરતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ ફોન કરીને કોન્સ્ટેબલ સોનારાએ ધોરાજીમાં રાજકોટ પોરબંદર હાઇવે પર આવકાર રેસ્ટોરન્ટ પાસે આવવાનું કહ્યું હતું. લાંચના રૂ.8 લાખ લઇ યુવક રેસ્ટોરન્ટ પાસે પહોંચ્યો હતો અને સોનારાએ યુવક પાસેથી લાંચના રોકડા રૂ.8 લાખ સ્વીકાર્યા હતા, લાંચની રકમ લીધા બાદ કોન્સ્ટેબલ સોનારાએ ડીવાયએસપી ભરવાડને ફોન કર્યો હતો અને લાંચની રકમ મળી ગયાની જાણ કરી હતી. ડીવાયએસપીનો ફોન પૂરો થતાં જ અગાઉથી છુપાઇને બેઠેલી એસીબીની ટીમ ત્રાટકી હતી અને કોન્સ્ટેબલ સોનારાને લાંચના રોકડા રૂ.8 લાખ સાથે ઝડપી લીધો હતો. એસીબીની ટીમે કોન્સ્ટેબલ સોનારાને ઝડપી લીધાની જાણ થતાં જ ડીવાયએસપી ભરવાડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો