દિવાળીના તહેવારોમાં જામખંભાળિયાના દાંતા ગામમાં દેશી દારૂની પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ, વિડિયો વાયરલ
દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) જિલ્લાના વડામથક જામખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં બૂટલેગરો (bootlegger) બેફામ બન્યા છે. દિવાળીના તહેવારોમાં (Diwali festival) જાહેરમાં દેશી દારૂની ડિલેવરી (Alcohol delivery) આપતો વીડિયો (video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral) થયો છે. આ વીડિયો દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક જામખંભાળિયા પંથકના દાંતા ગામનો હોવાનું પણ મનાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમામે યાત્રાધામ દ્વારકાને લઈને અહીં તેથી ભાવિક આવી રહ્યા છે. જેને અનુલક્ષીને ખાસ દ્વારકા જિલ્લાની જામનગરથી અલગ જિલ્લો આપવામાં આવ્યો છે. અને આ જિલ્લાને દેવભૂમિ દ્વારકા એવું નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક જામખંભાળીયા રાખવામાંઆવ્યું છે.
આ જામખંભાળિયા તાલુકામાં જ તાલુકા મથકથી ખૂબ જ નજીક આવેલું દાતા ગામ છે. જ્યાં જાહેરમાં દેશી દારૂની ખુલ્લેઆમ વિતરણ થતી હોવાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં થઈ છે. એક વ્યક્તિ કાળા કલરના બેગમાં દેશી દારૂની કોથળીઓ કાઢી વયોવૃદ્ધથીમાંડી યુવાન વયના વ્યક્તિને જાહેરમાં વિતરણ કરતા આ વીડિયોને લઈને પોલીસની કાર્ય પદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કરી રહી છે.
દેવભૂમિ દ્વારકાઃ જાહેરમાં દેશી દારૂની ડિલિવરી…!!!! પોલીસનો ખોફ જ નથી કે શું? pic.twitter.com/xmXb0R8IA5
— News18Gujarati (@News18Guj) November 17, 2020
દિવાળીના પર્વ ચાલી રહ્યા છે ત્યારે જ દેવભૂમિને કલંકિત કરતા જાહેરમાં દેશી દારૂના વિતરણનો આ વીડિયો દેવભૂમિ દ્વારકાને કાળી ટીલી લગાવી રહ્યો છે. જે જિલ્લાના એસ.પી અને જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ જ્યાં બેસે છે તેનાથી ખૂબ જ નજીક આવેલા દાતા ગામમાં સરાજાહેર ખુલ્લેઆમ દારૂનું વિતરણ થઇ રહ્યું છે.
જાણે કોઈને પોલીસનો ડર જ નથી અને પોલીસ તહેવારોના ટાણે રજાની મજા માણી રહી છે તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં બુટલેગરો પણ બેફામ બન્યા છે અને સરાજાહેર ગામ વચ્ચે દેશી દારૂ વિતરણ કરીને પોલીસની આબરુના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ આ પ્રકારે દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે. ત્યારે પોલીસ અને પ્રશાસન ઉપર મોટો સવાલ થયા છે. કે દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં બૂટલેગરો બેફામ કેવી રીતે બની શકે?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

