દ્વારકાના ખંભાળિયામાં પીધેલી હાલતમાં વગર વાંકે બે સગીરોને બેફામ મારનાર પોલીસ કર્મી હસમુખ પારધીને સસ્પેન્ડ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા માં નશામાં ધૂત પોલીસ કર્મચારીએ સગીર બાળકોને માર માર્યો (police beat minor boys) હતો. આ ઘટના અંગે પરિવારે પોલીસ ફરિયાદ (police complaint) કરી છે. મીડિયામાં પોલીસ કર્મચારીની કરતુત અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસ તંત્ર જાગ્યું હતું. આ ઘટનામાં એસપીએ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ વડાએ તે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની ગયેલા પ્રકરણમાં પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની એવા હેડ કોન્સ્ટેબલ હસમુખ ભાઈ હીરા ભાઈ પારઘીએ તાજેતરમાં દશેરાની રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં અન્ય એક શખ્સ સાથે નીકળ્યો હતો.

રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં એસ.ઓ.જી કચેરી નજીક રાવણદહન જોઇને આવતા બે તરુણને વગર વાંકે બેફામ માર મારતા ભારે દેકારો સર્જાઈ ગયો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

આ પ્રકરણની જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી એ ગંભીર નોંધ લઇ અને રાજાપાઠમાં ઝડપાયેલા કોન્સ્ટેબલ હસમુખ પારખીને બદલી કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે આ સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં પણ ભારે ચર્ચાસ્પદ બની રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે ખંભાળિયામાં દશેરાએ મોડી રાત્રે G.V.J. હાઇસ્કુલ નજીક સ્ટેશન રોડ પર પોલીસ કર્મચારી નશાની સ્થિતિમાં પોતાની કાર લઇને નીકળ્યો હતો.

તે દરમિયાન તેની કાર બાઇક સાથે અથડાયા બાદ 2 સગીર વયના બાળકોને નશાની હાલતમાં પોલીસ કર્મી દ્વારા માર માર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારે કહ્યું છે કે, જો પોલીસ કોઈ જ કાર્યવાહી નહીં કરે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો